મહિલાઓ પર રેપ અને છેડતીનો કેસ ન ચાલી શકે : સુપ્રીમ કોર્ટ

મહિલાઓને સુરક્ષીત કરવા માટે ખાસ કલમો રખાઇ છે માટે જેન્ડર ન્યુટ્રલનાં નામે પ્રાવધાનોમાં પરિવર્તન કરી શકાય નહી

મહિલાઓ પર રેપ અને છેડતીનો કેસ ન ચાલી શકે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે રેપ, યૌન ઉત્પીડન અને છેડછાડ સંબંધિત મુદ્દે જેન્ડર ન્યુટ્રલ કરવા સંબંધિત અરજીને શુક્રવારે ફગાવી દીધી હતી. અરજીકર્તાનું કહેવું છે કે આવા કિસ્સાઓમાં જો પુરૂષની સાથે મહિલાઓએ ગુનો કર્યો છે તો તેની વિરુદ્ધ પણ કેસ ચાલવો જોઇએ. પરંતુ આઇપીસીનાં કાયદેસરનાં પ્રાવધાન અનુસાર રેપ અને છેડછાડ મુદ્દે આરોપી પુરૂષ હોઇ શકે છે અને મહિલાઓ પીડિત, પરંતુ તેઓ સંવિધાનનાં પ્રાવધાનની વિરુદ્ધ છે.

અરજીકર્તા વકીલ રૂષી મલ્હોત્રાની તરફથી દલીલ આફવામાં આવી કે આઇપીસીની કલમ 354 અને 375માં છેડછાડ અને રેપને પરિભાષિત કરવામાં આવ્યા છે. આ કલમોમાં કોઇ પણ પુરૂષની વિરુદ્ધ કેસ દાખલ કરવા માટેનું પ્રાવધાન છે. મહિલાઓની અહીં પીડિત માનવામાં આવ્યા છે અને આરોપી કોઇ પુરૂષ હોઇ શકે છે, પરંતુ અપરાધ કોઇ પણ કરી શકે છે.

અરજીકર્તા મલ્હોત્રાએ કહ્યું કે, રેપ અને છેડછાડમાં લિંગ ભેદ હોઇ શકે નહી. તેમાં લિંગનાં આધારે ભેદભાવ કરવામાં આવી શકે નહી કારણ કે મહિલાઓ પણ એવા ગુના કરી શકે છે. એવામાં આઇપીસીની કલમ 375 એટલે કે રેપ અને 354 એટલે છેડછાડનાં કેસની વિરુદ્ધ પણ કેસ દાખલ કરવાનું પ્રાવધાન હોવું જોઇએ. એટલે કે કોઇ આદમીનાં બદલે કોઇની વિરુદ્ધ કેસ દાખલ કરવાનું પ્રાવધાન હોવું જોઇએ.

મલ્હોત્રાએ દલીલ કરી કે સંવિધાનં અનુચ્છેદ 14 સમાનતાની વાત કરે છે અને અનુચ્છેદ -15 કહે છે કે લિંગનાં આધારે કોઇની સાથે ભેદભાવ ન થઇ શકે, પરંતુ આઇપીસી કલમ 375 હેઠળ માત્ર પુરૂષોની વિરુદ્ધ જ કેસ દાખલ કરવાનું પ્રાવધાન છે. આ પ્રકારે આ મુદ્દે રેપનો કેસ મહિલાઓની વિરુદ્ધ પણ દાખલ કરવાનું પ્રાવધાન હોવું જોઇએ. ગુનાઓમાં લિંગ ભેદ ન હોવો જોઇએ કારણ કે ગુનો કોઇ પણ કરી શખે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કલ મહિલાઓને સુરક્ષીત કરવા માટે બનાવાઇ છે. જો પુરૂષો સાથે પ એવું થાય છે તો તેનાં માટે આઇપીસીમાં અલગ પ્રાવધાન છે. કોર્ટ અરજીકર્તાને દલીલ સાથે સંમત નહોતી થઇ અને રૂષી મલ્હોત્રાની અરજી ફગાવી દીધી હતી. કાયદાઓમાં પરિવર્તન કરવાનું સંસદનું કામ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news