નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના જજ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ (Justice D Y Chandrachud) તેમનો આદેશ સ્ટેનો પાસે લખાવી તેને ટાઇપ કરાવવાની જગ્યાએ જાતે તેમના લેપટોપ પર ટાઇપ કરે છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, તેમનો આદેશ જાતે ટાઇપ કરવાથી તે વધુ સારી ભાષામાં ભૂલ રહીત હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોનાએ આખા પરિવારનો જીવ લીધો, માતાની અર્થીને ખભો આપનાર 5 પુત્રોના મોત


વર્તમાન સમયમાં કોરોના સંક્ટને લઇ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વીડિયો કોન્ફરેન્સ દ્વારા થઇ રહી છે. જેમાં કોર્ટ સ્ટાફની ઉપલબ્ધતા પણ સીમિત રહે છે. જજ દ્વારા તેમના આદેશ જાતે ટાઇપ કરવાથી સમયની ઘણી બચત થયા છે કેમ કે, જ્યારે જજ કોઇ માસ્ટરને તેમનો આદેશ શોર્ટ હેન્ડમાં લખાવે છે તો કોર્ટ માસ્ટર બાદમાં તેને ટાઇપ કરે છે. ત્યારબાદ જજ તેમાં કરેક્શન કરે છે અને ફરી બીજી વખત આદેશ ટાઇપ થયા બાદ તે ફાઇનલ થયા છે. ત્યારબાદ વકીલ અને અરજીકર્તાઓ માટે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આદેશ અપલોડ થાય છે.


આ પણ વાંચો:- સચિન પાયલટને રાજસ્થાન HCથી મળી મોટી રાહત, 24 જુલાઇ સુધી કાર્યવાહી નહીં કરી શકે સ્પીકર


આ પ્રક્રિયામાં કેટલાક કેસમાં ઓર્ડર તે દિવસે વેબસાઇટ પર ન આવી એક બે દિવસ બાદ અપલોડ થયા છે. જેનાથી વકીલો અને અરજીકર્તાઓને ઓર્ડરની કોપી મળવામાં વિલંબ થયા છે. પરંતુ જસ્ટિસ ચંદ્રચૂડ દ્વારા પોતાનો આદેશ જાતે ટાઇપ કરવાથી તે તાત્કાલીક સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર અપલોડ થઇ જાય છે અને વકીલો, મીડિયાકર્મી તેમજ કેસ સાથે સંકળાયેલા લોકોને તાત્કાલીદ આદેશની કોપી ઉપલબ્ધ થઈ જાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube