તેજ પ્રતાપ યાદવનાં લગ્નમાં નહી જોડાય સુશીલ મોદી: આવું છે કારણ

પોલેન્ડ યાત્રા પર જવાનાં હોવાનાં કારણે સુશીલ મોદી લગ્નમાં હાજરી આપી શકે તેની શક્યતાઓ લગભગ નહીવત્ત

તેજ પ્રતાપ યાદવનાં લગ્નમાં નહી જોડાય સુશીલ મોદી: આવું છે કારણ

પટના : આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપનાં લગ્નનની તમામ તૈયારીઓ થઇ ચુકી છે. તમામ લોકોને આમંત્રણ પણ મળી ચુકી છે. તમામ લોકોને આમંત્રણ પણ મળી ચુકી છે. જેમાં પરિવારથી માંડીને રાજનીતિક મિત્ર અને રાજનીતિક વિરોધી તમામ લોકોને લગ્નનું કાર્ડ આપવામાં આવ્યું છે. લાલુ પરિવારનાં સૌથી વિરોધી માનવામાં આવતા સુશીલ મોદીને પણ લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું છે. તેજ પ્રતાપ યાદવે પોતે પોતાનાં હાથે તેને કાર્ડ આપવા માટે ગયા હતા. તેજે તેની માહિતી ટ્વીટ કરી દીધી હતી.

બીજી તરફ સુશીલ મોદીએ પણ લગ્નનું આમંત્રણ મળ્યા બાદ તેમણે કહ્યું હતું કે, લાલુ યાદવ સાથે અમારો જુનો સંબંધ છે. હું તેજપ્રતાપનાં લગ્નમાં જરૂર જઇશ. હું પહેલા પણ લાલુની તમામ પુત્રીઓનાં લગ્નમાં ગયો હતો. હું વર- વધુને આશિર્વાદ આપવા જઇશ. જો કે હવે સમાચાર છે કે તેઓ તેજ પ્રતાપનાં લગ્નમાં ભાગ નહી લે. 

ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી તેજ પ્રપાતનાં લગ્નનાં દિવસે પોલેન્ટ હશે. પોલેન્ડમાં તેઓ કેટોવાઇસ શહેરમાં આયોજીત 10મી યૂરોપિયન ઇકોનોમિક કોંગ્રેસમાં ભાગ લેવા જઇ રહ્યા છે. તેમની સાથે ચાણક્ય લો યૂનિવર્સિટી પટનાનાં ડીની પ્રોફેસર એસ.પી સિંહનો પણ સમાવેસ થાય છે. સુશીલ મોદી 12 મેનાં રોજ નવી દિલ્હીથી પોલેન્ડ માટે પ્રસ્થાન કરશે. તેઓ આશરે એક અઠવાડીયા સુધી કાર્યક્રમમાં ભાગ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 12 મેનાં રોજ તેજ પ્રતાપ યાદવનાં લગ્ન જવાનાં છે. આ જ કારણે સુશીલ મોદી તેજ પ્રતાપ યાદવનાં લગ્નમાં ભાગ નહી લઇ શકે. 

યૂરોપિયન ઇકોનોમિક કોંગ્રેસ વર્ષ 2009થી દર વર્ષે આયોજીત થાય છે. આ વખતે યૂરોપ અને વિશ્વનાં આશરે 700થી વધારે પ્રતિનિધિઓ તેમાં હિસ્સો લેશે. તે ઉપરાંત આર્થિક મુદ્દાનાં વિશેષજ્ઞો સહિત 600થી વધારે મીડિયા પ્રતિનિધિઓ ભાગ લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news