TDPના બંન્ને પ્રધાનોએ પીએમ મોદીને આપ્યું રાજીનામું

આ પહેલા બીજેપી અને તેલુગુ દેસમ પાર્ટીના સંબંધોમાં થયેલા વિવાદ વચ્ચે વડાપ્રધાન મોદીએ ગુરૂવારે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડૂને ફોન કર્યો હતો. 

Updated By: Mar 8, 2018, 07:00 PM IST
 TDPના બંન્ને પ્રધાનોએ પીએમ મોદીને આપ્યું રાજીનામું
કેન્દ્રીય પ્રધાન વાઇએસ ચૌધરી (સાભારઃ ANI)

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારમાં ટીડીપીના બંન્ને મંત્રીઓ અશોક ગજપતિ રાજૂ અને વાઇ એસ ચૌધરીએ વડાપ્રધાન મોદીને પોતાનું રાજીનામું આપી દીધું છે. મોદી સરકારમાં ગજપતિ રાજૂ નાગરિક ઉડ્ડયન મંત્રી અને વાઇએસ ચૌધરી વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી હતા. રાજીનામું આપ્યા બાદ વાઇએસ ચૌધરીએ કહ્યું કે, અમે એનડીએનો ભાગ બન્યા રહેશું પરંતુ કોઈ મંત્રીપદ લેશું નહીં. બંન્ને પાર્ટીઓના બગડેલા સંબંધની વચ્ચે ગુરૂવારે વડાપ્રધાન મોદીએ આંધ્રના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડૂ સાથે ફોન કરીને વાત કરી હતી. 

આ પહેલા નાયડૂનું છલકાયું દુખ
ચંદ્રાબાબુ નાયડૂએ વિધાનસભામાં કહ્યું કે, આ સંબંધોને જાળવી રાખવા માટે ખૂબ પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે 29 વખત દિલ્હી જવા છતા નિરાશા હાથ લાગી. કેન્દ્ર સરકારમાંથી ટીડીપી અલગ થવાના નિર્ણયને યોગ્ય ગણાવતા નાયડૂએ સદનમાં કહ્યું, અરૂણ જેટલીએ બુધવારે જે કહ્યું તે યોગ્ય ન હતું. તમે પૂર્વોત્તર રાજ્યોનો હાથ મજબૂતીથી પકડ્યો છે. પરંતુ આંધ્રનો નહીં. તમે તેને ઓદ્યોગિત પ્રોત્સાહન આપી રહ્યાં છે, પરંતુ આંધ્ર સાથે આવું થતું નથી. આ ભેદભાવ શું છે ?