કર્ણાટકનું રાજકીય વાવાઝોડું પહોંચ્યું બિહાર, તેજસ્વી યાદવ આજે રજૂ કરશે સરકાર બનાવવાનો દાવો

કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ ઉદભવે રાજકીય વાવાઝોડાની અસર હવે બિહારમાં પણ જોવા મળી રહી છે. બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ પોતાના ધારાસભ્યો સાથે શુક્રવારે (18 મે)ના રોજ રાજ્યપાલ સત્યપાલ મલિકને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

કર્ણાટકનું રાજકીય વાવાઝોડું પહોંચ્યું બિહાર, તેજસ્વી યાદવ આજે રજૂ કરશે સરકાર બનાવવાનો દાવો

પટના: કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ ઉદભવે રાજકીય વાવાઝોડાની અસર હવે બિહારમાં પણ જોવા મળી રહી છે. બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ પોતાના ધારાસભ્યો સાથે શુક્રવારે (18 મે)ના રોજ રાજ્યપાલ સત્યપાલ મલિકને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે બિહારમાં આરજેડી ના ફક્ત મોટી પાર્ટી છે પરંતું જેડી (યૂ) બહાર જતી રહેતા પણ કોંગ્રેસ અને આરજેડીની ચૂંટણી પહેલાંનું સૌથી મોટું ગઠબંધન છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે તેમછતાં સરકાર બનાવવા માટે કેમ ન બોલાવવામાં આવ્યા. 

આરજેડીને મળે સરકાર બનાવવાનું આમંત્રણ
કર્ણાતક ચૂંટણીના પરિણામો બાદ ભાજપને સરકાર બનાવવાનું આમંત્રન આપવાની વાતનો હવાલો આપતાં તેમણે કહ્યું કે જો કર્ણાટકમાં સૌથી મોટા પક્ષને સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવ્યું, તો બિહારમાં પણ તેના આધારે સરકાર બનાવવાનું આમંત્રણ આરજેડીને મળવું જોઇએ. તેજસ્વીએ કર્ણાટકમાં મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાને બહુમત સાબિત કરવા માટે 15 દિવસ આપવામાં આવવાને લઇને આપત્તિ વ્યક્ત કરી. 

સંવિધાન બદલવા માંગે છે ભાજપ
તેજસ્વીએ ભાજપને સંવિધાન બદલવાની ઇચ્છા ધરાવનાર પાર્ટી ગણાવતાં બધા બિન ભાજપી પક્ષોને એકજુટ થવાની અપીલ કરી. તેમણે કહ્યું કે ભાજપ ગઠબંધન સાથે રહેનારી પાર્ટીઓ પણ ધીમે ધીમે તેનાથી દૂર થઇ રહી છે. તેમણે આરજેડીમાં સામેલ પક્ષોને પણ ભાજપમાંથી અલગ થવાનું આહવાન કર્યું અને કહ્યું કે આના પર વિચાર કરવો જોઇએ કે કેવા લોકો સાથે રહેવું જોઇએ. તમને જણાવી દઇએ કે રાષ્ટ્રીય જનતા દળને સૌથી વધુ સીટો મળી હતી અને તેણે જનતાદળ યૂનાઇટેડ સાથે મળીને સરકાર બનાવી હતી, પરંતુ પછી જનતા દળ યૂનાઇટેડ અને ભાજપ એક થઇ ગઇ સરકાર બનાવી લીધી. 

અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ (એસ)એ 117 ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી રાજ્યપાલને સોંપી હતી. પરંતુ ચૂંટણી પરિણામોમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી ભાજપને રાજ્યપાલે સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું અને યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદના ગુરૂવારે શપથ અપાવવામાં આવ્યા. ત્યારબાદ આખા દેશમાં રાજકીય વાવાઝોડું ફૂંકાયું. વિપક્ષ તેને લોકતંત્રની હત્યા ગણાવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news