આતંકવાદ માટે માત્ર વિચારધાર જ જવાબદાર નથી, રૂપિયા અને પાઇરેસીની પણ મુખ્ય ભૂમિકા: પૂર્વ રાજ્ય સભા સાંસદ ડો. સુભાષ ચંદ્રા
Piracy Threat: પાઇરેસી સમગ્ર દેશ માટે એક ગંભીર ખતરો બની ગઈ છે. રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ આનાથી દેશ અને ઉદ્યોગને થઈ રહેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી છે.
Trending Photos
India Against Piracy: રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ ડો. સુભાષ ચંદ્રા (Former MP Dr Subhash Chandra)એ પાઇરેસીને દેશ અને સમાજ માટે ખતરનાક ગણાવી છે. ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ ડો. ચંદ્રાએ તેમના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટમાં લખ્યું કે, 'આતંકવાદી નેટવર્ક ફક્ત વિચારધારા પર ટકી શકતા નથી, તેઓ પૈસા પર ટકી રહે છે અને પાઇરેટેડ સામગ્રી તેમના સૌથી શાંત સ્ત્રોતોમાંનો એક છે. પાઇરેસીથી દેશને ભારે નુકસાન થઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાઇરેસીનું બ્લેક માર્કેટ હજારો કરોડ રૂપિયાનું છે.
દેશને હજારો કરોડનું નુકસાન
તાજેતરના મીડિયા રિપોર્ટ અનુસાર, દેશમાં 22,400 કરોડ રૂપિયાના ફિલ્મ લીક કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક ચિંતાજનક ઘટનાક્રમમાં રેડ 2, સિકંદર અને જાટ જેવી મોટી હિન્દી ફિલ્મો તેમના થિયેટરમાં રિલીઝ થવાના એક દિવસ પહેલા ઓનલાઈન લીક થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે. જો કે, આ રીતે ફિલ્મો લીક થવી એ આ ઈન્ડસ્ટ્રીના આંતરિક લોકોની સંડોવણી તરફ ઈશારો કરે છે. પાઇરેસી દ્વારા કમાયેલા રૂપિયાનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે થઈ શકે છે.
મીડિયા પાર્ટનર્સ એશિયાના વિશ્લેષણ અનુસાર વૈશ્વિક સ્તર પર ભારત 90.3 મિલિયનથી વધુ યુઝર્સ સાથે ઓનલાઈન વીડિયો પાઇરેસી બજારમાં સૌથી ઉપર એટલે કે પ્રથમ સ્થાન પર છે, ત્યારબાદ ઇન્ડોનેશિયા (47.5 મિલિયન) અને ફિલિપાઇન્સ (31.1 મિલિયન)નો નંબર આવે છે.
'આતંકવાદ પાછળ રૂપિયા અને પાઇરેસીનો હાથ'
પાઇરેસીનું નુકસાન માત્ર ઇન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીને જ નથી થતું, પરંતુ સમગ્ર દેશને નુકસાન પહોંચાડે છે. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ મે 2025માં તેમના નિર્ધારિત સિનેમા પ્રીમિયરના એક દિવસ પહેલા જ ઘણી ફિલ્મો લીક થઈ ગઈ હતી.
જ્યારે EY-IAMAI એન્ટી-પાઇરેસી સ્ટડી 2024 ઉર્ફે ધ રોબ રિપોર્ટ અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ શરૂઆતના લીકેજ, જે રિલીઝ પછીની સામાન્ય પાઇરેસીથી અલગ છે, તેણે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ગંભીર ચિંતા પેદા કરી દીધી છે.
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ભારે નુકસાન
EY-IAMAI અનુસાર અને ET દ્વારા કરવામાં આવેલા ખુલાસા મુજબ ભારતીય મીડિયા ઉદ્યોગને 2023માં પાઇરેસીને કારણે ભારે નુકસાન થયું હતું. દુઃખદ વાત એ છે કે સરકાર અને પોલીસની બધી કાર્યવાહી અપૂરતી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે