સુંજવાં અને CRPF કેમ્પ બંન્ને આતંકવાદી હૂમલાની જવાબદારી LeTએ સ્વીકારી

શ્રીનગર CRPF કેમ્પમાં પણ 2 આતંકવાદીઓ દ્વારા અત્યાધુનિક હથિયાર સાથે થયેલા હૂમલામાં 1 જવાન શહીદ

સુંજવાં અને CRPF કેમ્પ બંન્ને આતંકવાદી હૂમલાની જવાબદારી LeTએ સ્વીકારી

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં 3 દિવસમાં બીજો આતંકવાદી હૂમલોઓ થયા છે. આ બંન્ને હૂમલાની જવાબદારી આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા દ્વારા સ્વિકારવામાં આવી હતી. બંન્ને હૂમલામાં આતંકવાદીઓ દ્વારા અલગ અલગ લશ્કરી ફોર્સનાં મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સોમવારે આતંકવાદીઓએ શ્રીનગરનાં કરણ નગર ખાતેનાં CRPF કેમ્પને નિશાન બનાવ્યો હતો. જો કે ફોર્સ દ્વારા આ હૂમલાને નિષ્ફળ બનાવી દેવાયો હતો. 
આતંકવાદીઓ પાસે AK 47 સહિતની આધુનિક હથિયારો હતા. જો કે જવાનો દ્વારા કાઉન્ટર ફાયર કરવામાં આવતા આતંકવાદીઓ ભાગી છૂટ્યા હતા. ત્યાર બાદ ચાલુ કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન થયેલા ફાયરિંગમાં એક જવાન શહીદ થયો હતો. આતંકવાદીઓ કેમ્પની બહાર રહેલા ખાલી રહેલા બિલ્ડિંગમાંથી ફાયરિંગ કરી રહ્યા છે. જમ્મુ સંજુવા આર્મી કેમ્પમાં છેલ્લા 54 કલાકથી ઓપરેશન યથાવત્ત છે.

શનિવારે આતંકવાદીઓએ કેમ્પ પર હૂમલો કર્યો હતો. સિક્યોરિટી ફોર્સે 4 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જો કે હૂમલામાં 5 જવાનો પણ શહીદ થયા છે. જ્યારે એક નાગરિકનું પણ મોત નિપજ્યું છે.સોમવારે સવારે શ્રીનગરનાં કરન નગરમાં બે આતંકવાદી કે જેઓ AK 47થી સજ્જ હતા. આર્મી કેમ્પ તરફ વધી રહ્યા હતા. જો કે સીઆરપીએફ જોતા જ ગોળી ચલાવી ત્યાર બાદ આથંકવાદીઓ ભાગી ગયા હતા. ત્યારે હવે તેઓને શોધવા માટે અભિયાન ચલાવાઇ રહ્યું છે.

આતંકવાદીઓ દ્વારા આ નિષ્ફળ પ્રયાસ સવારે લગભગ 4.30 વાગ્યે કરવામાં આવી હતી. શ્રીનગરમાં ફરી બરફવર્ષા થઇ છે, જેનો ફાયદો આતંકવાદીઓ ઉઠાવી રહ્યા છે. આતંકવાદીઓએ નિષ્ફળ પ્રયાસ શ્રીનગરનાં SMHS હોસ્પિટલ પાસે બનેલા આર્મી કેમ્પ પર ફરી હતી. થોડા દિવસ પહેલા જ આતંકવાદીઓએ હૂમલો કર્યો હતો. ત્યાર બાદ બંન્ને આતંકવાદીઓ ફરાર થઇ ગયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news