શ્રીનગર: હોસ્પિટલમાં પોલીસ પર હુમલો કરી આતંકી ભાગી છૂટ્યો, એક પોલીસકર્મીનું મોત

શ્રીનગરની એક હોસ્પિટલ પર આજે બપોરે કેટલાક આતંકીઓએ હુમલો કર્યો અને તેઓ પોલીસની કસ્ટડીમાંથી પોતાના એક સાથીને છોડાવીને ફરાર થઈ ગયાં.

Updated By: Feb 6, 2018, 01:32 PM IST
શ્રીનગર: હોસ્પિટલમાં પોલીસ પર હુમલો કરી આતંકી ભાગી છૂટ્યો, એક પોલીસકર્મીનું મોત
પાક આતંકી નાવીદ, તસવીર-સાભાર એએનઆઈ

શ્રીનગર: શ્રીનગરની એક હોસ્પિટલ પર આજે બપોરે કેટલાક આતંકીઓએ હુમલો કર્યો અને તેઓ પોલીસની કસ્ટડીમાંથી પોતાના એક સાથીને છોડાવીને ફરાર થઈ ગયાં. આતંકીઓએ મહારાજા હરી સિંહ હોસ્પિટલમાં પોલીસની ટીમ પર હુમલો કર્યો. પાકિસ્તાની આતંકી નાવીદને છોડાવવા પહોંચેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરતા પોલીસે પણ જવાબી ફાયરિંગ કર્યું. ઘટનામાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતાં જેમાંથી મુશ્તાક નામના પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઘટના અંગે શ્રીનગરના એસએસપી ઈમ્તિયાઝ ઈસ્માઈલ પાર્રેએ જણાવ્યું કે છ કેદીઓને સેન્ટ્રલ જેલથી લાવવામાં આવ્યાં હતાં. જેમાંથી એક કેદીએ પોલીસ ટીમ પાસેથી હથિયાર છીનવીને તેમના ઉપર ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં બે  પોલીસકર્મી ઘાયલ થયા હતાં. 

આ ઘટના બાદ હોસ્પિટલની ઘેરાબંધી કરી દેવાઈ છે અને આતંકીઓની શોધમાં વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. કહેવાય છે કે પોલીસ રૂટિન ચેકઅપ માટે શ્રીનગરની સેન્ટ્રલ જેલમાંથી 6 કેદીઓને હોસ્પિટલ લાવી હતી. જેમાંથી બે આતંકીઓ હતાં. આ દરમિયાન પોલીસની કેદમાં રહેલા એક આતંકી નાવીદે પોલીસ પાસેથી હથિયાર છીનવીને તેમના પર ફાયરિંગ કર્યું હતું. અને આ રીતે આતંકીઓ તેમના સાથીને છોડાવીને ભાગી ગયાં. નાવેદ પાકિસ્તાની હોવાનું કહેવાય છે. 

કેદીઓને છોડાવવા માટે આતંકીઓએ ફાયરિંગ પણ કર્યું હતું. જેમાં બે પોલીસકર્મીઓ ઘાયલ થયા. સૂત્રોના જણાવ્યાં મુજબ પોલીસની ટુકડી પાકિસ્તાની આતંકી નાવીદને તપાસ માટે હોસ્પિટલ લાવી હતી. આ દરમિયાન આતંકીઓએ હુમલો કરીને તેમના સાથીઓને ભગાડ્યાં. નાવીદ ઉધમપુર આતંકી હુમલામાં સામેલ હતો. વર્ષ 2014માં તેની ધરપકડ કરાઈ હતી.