VIDEO: પેટ્રોલિંગ પર નિકળ્યા હતા જવાનો, આતંકવાદીઓએ ગોળીઓ વરસાવી

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી અને સુરક્ષાબળો વચ્ચે થયેલી ગોળીબારીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સુરક્ષાબળોની એક ટુકડી પુલવામાના જંગલોમાં પેટ્રોલિંગ પર નિકળી હતી.

Updated By: Jun 1, 2018, 03:48 PM IST
VIDEO: પેટ્રોલિંગ પર નિકળ્યા હતા જવાનો, આતંકવાદીઓએ ગોળીઓ વરસાવી

નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી અને સુરક્ષાબળો વચ્ચે થયેલી ગોળીબારીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સુરક્ષાબળોની એક ટુકડી પુલવામાના જંગલોમાં પેટ્રોલિંગ પર નિકળી હતી. સુરક્ષાબળ જંગલમાં ઘૂસ્યા જ હતા, ત્યારે પહેલાંથી ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું. આતંકવાદીઓને જવાબ આપવા માટે સુરક્ષાબળોએ તાત્કાલિક પોતાની પોઝીશન લઇ લીધી અને આતંકવાદીઓની ગોળીઓનો જડબાતોડ જવાબ આપવાનું શરૂ કરી દીધું. લગભગ 5 મિનિટ માટે આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે આતંકવાદીઓએ આટલા ટુંકાગાળામાં સુરક્ષાબળો પર 150થી વધુ ગોળીઓ ચલાવી. 

એક જવાનને ગોળી વાગી
આતંકવાદીઓ તરફથી થયેલી ગોળીબારી વચ્ચે સુરક્ષાબળોએ સંભળવામાં થોડી સેંકડ લાગી, પરંતુ આ દરમિયાન એક ગ્રુપમાં સૌથી આગળ ચાલી રહેલા એક જવાનને ગોળી વાગી ગઇ. ગોળી વાગવા છતાં આ જવાન સતત આતંકવાદીઓએ પોતાની AK-47 રાઇફલ વડે જવાબ આપતો રહ્યો. સુરક્ષાબળોના જવાનના આ સાહસને જોઇને થોડીવાર માટે આતંકી પણ ગભરાઇ ગયા. સુરક્ષાબળના આ જવાનની બહાદુરીથી આતંકવાદીઓને પાછી પાની કરવા માટે મજબૂર કરી દીધા. અકળાયેલા આતંકવાદીઓએ આ બહાદુર જવાનને નિશાન બનાવતાં ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું. 

ગોળીઓથી આતંકવાદીઓને જવાબ આપતાં પોતાના સાથીને બચાવતાં જોવા મળ્યા જવાનો
વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે આતંકવાદી સતત ગોળીઓ વરસાવી રહ્યાં છે. તો બીજી તરફ આતંકવદીઓની ગોળીથી ગભરાયેલા જવાનના શ્વાસ ધીમી પડવાનું શરૂ થઇ ગઇ. પોતાના સાથીનો જીવ બચાવવા માટે બીજો જવાનો પોતાના જીવનો દાવ લગાવી દીધો. તે એક હાથ વડે ગોળીઓ ચલાવીને આતંકવાદીઓને પોતાનો નિશાનો બચાવતા રહ્યા, તો બીજી તરફ બીજા હાથ વડે પોતાના સાથીને સુરક્ષિત સ્થળે લઇ જવાનો પ્રયત્ન કરતા રહ્યા.