નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી તેમજ પીડીપી વચ્ચે ગઠબંધન તુટ્યા પછી હવે ત્યાં રાજ્યપાલ શાસન લગાવી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મંજૂરી મળ્યા પછી રાજ્યપાલ શાસન લગાવી દેવામાં આવ્યું છે. આ પછી કેન્દ્રએ છત્તીસગઢ કેડરના આઇએએસ અધિકારી બીવીઆર સુબ્રમણ્યમને જમ્મુ્ એન્ડ કાશ્મીરના મુખ્ય સચિવ બનાવીને મોકલી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રસંગે રાજ્યના ડીજીપી એસ પી વૈદે જણાવ્યું છે કે રાજ્યપાલ શાસન દરમિયાન આતંકીઓ વિરૂદ્ધ ચલાવવામાં આવતા ઓપરેશનને સરળતાથી ન્યાય આપી શકાશે.  તેમણે કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસથી ઓપરેશન બંધ હતા પણ હવે એ ફરીથી ચાલશે. આ પરિસ્થિતિમાં ઓપરેશનને સરળતાથી ન્યાય આપી શકાશે. 


પાકિસ્તાનનો ગજબનો VIDEO : સુરક્ષા વ્યવસ્થા પાર કરીને ફ્લાઇટમાં ચડી ગયો ભિખારી, પછી...


ગવર્નર એન.એન. વોરાએ સુરક્ષા એજન્સીઓ તેમજ સેના પ્રમુખ વિપિન રાવત સાથે આ મુદ્દે વાતચીત કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એક ટોચના અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા કહ્યું છે કે, 'હવે જમ્મુ અને કાશ્મીરનું પ્રશાસન સીધું કેન્દ્રના હાથમાં હશે. હવે સુરક્ષાદળો મુક્ત રીતે કાર્યવાહી કરી શકશે. હવે અહીં ચાલનારા ઓપરેશનમાં કોઈ રાજકીય હસ્તાક્ષેપ નહીં હોય. હવે ચૂંટાયેલી સરકારની પોતાની મજબુરી હોય છે.'


બીવીઆર સુબ્રમણ્યમ 1987 બેચના આઇએએસ અધિકારી છે. તેમના પર છત્તીસગઢના એડિશનલ મુખ્ય સચિવ (ગૃહ)ની જવાબદારી હતી. તેઓ 2002થી 2007 સુધી પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંગત સચિવ રહી ચૂક્યા છે. જમ્મુ કાશ્મીરમાં તેઓ મુખ્ય સચિવ બીબી વ્યાસની જગ્યા લઈ શકે છે. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...