કેન્દ્રીય મેડિકલ ટીમના રિપોર્ટમાં ખુલાસો, ચામાચીડિયાથી નથી ફેલાતો નિપાહ વાયરસ

મેડિકલ ટીમ હવે નિપાહ વાયરસ ફેલાવતા અન્ય સંભવિત કારણોની તપાસ કરી રહી છે.   

Updated By: May 26, 2018, 06:49 PM IST
 કેન્દ્રીય મેડિકલ ટીમના રિપોર્ટમાં ખુલાસો, ચામાચીડિયાથી નથી ફેલાતો નિપાહ વાયરસ

નવી દિલ્હીઃ કેરલના કોઝિકોડ અને મલપ્પુરમ જિલ્લામાંથી ચામાચીડિયાના એકત્રિત નમૂનાની તપાસમાં નિપાહ વાયરસ મળ્યો નથી. આ વાત એક કેન્દ્રીય મેડિકલ ટીમે સ્વાસ્થ્ય મંત્રાલયને શનિવારે આપેલા રિપોર્ટમાં કહેવામાં આવી છે. કોઝિકોડ અને મલપ્પુરમ જિલ્લામાં નિપાહ વાયરસના સંક્રમણથી 12 વ્યક્તિઓના મોત થયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, રિપોર્ટમાં નિપાહ વાયરસ ફેલાવવામાં ચામાચીડિયા અને સૂઅરના મૂળ સ્ત્રોત હોવાનો ઈન્કાર કરી દીધો છે. મેડિકલ ટીમ હવે નિપાહ વાયરસ ફેલાવવાના અન્ય સંભવિત કારણોની તપાસ કરી રહી છે. 

કુલ 21 નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં સાત ચામાચીડિયા, બે સૂઅર, એક ગોવંશ અને એક બકરી કે ભૂંડનું હતું. આ નમૂનાને ભોપાલ સ્થિત રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુરોગ સંસ્થા અને પુણે સ્થિત રાષ્ટ્રીય વાયરસ વિજ્ઞાન સંસ્થાને મોકલવામાં આવ્યા છે. 

અધિકારીએ કહ્યું, આ નમૂનામાં તે ચામાચીડિયાના નમૂના પણ સામેલ છે જે કેરલમાં પેરામ્બરાના તે ઘરના કુવામાંથી મળ્યા હતા જ્યાં શરૂઆતી મોતની સૂચના મળી હતી. આ નમૂનામાં નિપાહ વાયરસ મળ્યા નથી. 

તેવા લોકો જેમાં નિપાહ વાયરસથી સંક્રમિત થવાની આશંકા હતી તેના નમૂનામાં પણ આ વાયરસ મળ્યો નથી. તેમણે કહ્યું, તેનો અર્થ છે કે, આ વાયરસથી સંક્રમિત થનારા માત્ર 15 પુષ્ટિ કરેલા મામલા છે, જેમાં 12 તેવા છે જેના મોત થઈ ગયા છે. ત્રણ વ્યક્તિઓની સારવાર ચાલી રહે છે. 

હિમાચલ પ્રદેશમાં મૃત મળેલા ચામાચીડિયાના નમૂના પુણે મોકલવામાં આવ્યા છે, તેમાં પણ વાયરસ મળ્યા નથી. આ સાથે જ હૈદરાબાદના સંદિગ્ધ મામલામાં બે નમૂનામાં પણ આ વાયરસ મળ્યો નથી. 

સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને આગ્રહ કર્યો કે, ચિંતા કરશો નહીં. મંત્રાલયે કહ્યું કે, નિપાહ વાયરસનું ફેલાવું કેરલ સુધી સીમિત છે. મંત્રાલયે સામાન્ય લોકો અને સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ કરાવનારને બચાવનો ઉપાય કરવાની સલાહ આપી છે. રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રના ડાયરેક્ટરના નેતૃત્વમાં એક કેન્દ્રીય ટીમ કેરલમાં સ્થિતિ પર નજર રાખી રહી છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, સંપર્કની જાણકારી મેળવવાની રણનીતિ સફળ રહી છે. તેમણે કહ્યું તે, તે જાણકારી મળી કે, જે પણ મામલા સામે આવ્યા છે તેમાં સામેલ વ્યક્તિ તે વ્યક્તિ કે તેનો પરિવાર સીધો કે અપ્રત્યક્ષ સંપર્કમાં આવ્યો જેના કારણે તેમના મોત થયા છે.