Kerala Election Result: કેરલમાં લેફ્ટે રચી દીધો ઈતિહાસ, 40 વર્ષની પરંપરા તોડી બીજીવાર સરકાર બનાવશે પી વિજયન

કેરલમાં છેલ્લા 1980થી દરેક વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે અને વિપક્ષની પાંચ વર્ષ બાદ સત્તામાં વાપસી થતી રહી છે. પરંતુ આ વખતે એલડીએફે કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત લોકતાંત્રિક મોર્ચા (યૂડીએફ) ને પછાડી બીજીવાર સત્તા હાસિલ કરી છે.   

Updated By: May 2, 2021, 10:21 PM IST
Kerala Election Result: કેરલમાં લેફ્ટે રચી દીધો ઈતિહાસ, 40 વર્ષની પરંપરા તોડી બીજીવાર સરકાર બનાવશે પી વિજયન

તિરૂવનંતપુરમઃ કેરલમાં લેફ્ટ પાર્ટીએ ઈતિહાસ રચી દીધો છે. 40 વર્ષ જૂની પરંપરા આ વખતે તૂટવા જઈ રહી છે. છેલ્લા ચાર દાયકામાં સત્તાધારી પાર્ટી ક્યારેય બીજીવાર ચૂંટણી જીતી શકી નથી. પરંતુ આ વખતે વામ લોકતાંત્રિક મોર્ચા (LDF) સરકારે ચમત્કાર કરી દીધો છે. કેરલમાં છેલ્લા 1980થી દરેક વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો છે અને વિપક્ષની પાંચ વર્ષ બાદ સત્તામાં વાપસી થતી રહી છે. પરંતુ આ વખતે એલડીએફે કોંગ્રેસના નેતૃત્વવાળા સંયુક્ત લોકતાંત્રિક મોર્ચા (યૂડીએફ) ને પછાડી બીજીવાર સત્તા હાસિલ કરી છે. ભારતીય જનતા પાર્ટી, જેણે 2016ની વિધાનસભા ચૂંટણીમાં એક સીટ જીતી હતી, તે આ વખતે પોતાનું ખાતુ ખોલી શકી નથી. અત્યાર સુધીના ટ્રેન્ડ અનુસાર એલડીએફ 96 જ્યારે યૂડીએફ 42 સીટો પર આગળ ચાલી રહી છે. બે સીટો અન્યના ખાતામાં છે. 

મુખ્યમંત્રી પિનારાયી વિજનય જ્યારે પોતાના ટીમની પસંદગી કરવા માટે બેસસે તો તેમની પાસે પાર્ટીના અનુભવી દિગ્ગજોની ખોટ પડશે. હકીકતમાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ) એ આદર્શ નિયમ બનાવ્યો છે કે જેની પાસે સતત બે કાર્યકાળનો અનુભવ છે, તેને આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતારવા નથી. તેથી પાંચ અનુભવી મંત્રી થોમસ ઇસ્સાક, એ કે બાલન, જી સુધાકરન, સી રવીન્દ્રનાથ અને ઈપી જયરાજન ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહ્યા. પાર્ટીએ 28 અન્ય ધારાસભ્યોને ફરી ટિકિટ આપી નહતી. પરંતુ જીતનાર ઉમેદવારોમાં રાજ્ય મંત્રી કડકમ્પલ્લી સુરેન્દ્રન, એમ એમ મણિ, એસી મોઇદીન, ટીપી રામકૃષ્ણન અને કે કે શૈલજા સામેલ છે. 

એકમાત્ર મત્સ્ય મંત્રી જે મર્કુટ્ટી ચૂંટણી હારી ગયા છે. ઉચ્ચ શિક્ષણ મંત્રી કેટી જેલેલ, પરંતુ સીપીએમમાં નથી, પરંતુ તેમણે પણ જીત હાસિલ કરી છે અને તે જોવાનું રહેશે કે તેમને ફરી મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે કે નહીં. આ રીતે એમ.વી. ગોવિંદનને લઈને પણ અનિશ્ચિતતા બનેલી છે. પરંતુ તેઓ વિજયનના નજીકના માનવામાં આવે છે. સંભાવના છે કે વિજનય રાજ્યસભાના પૂર્વ સભ્ય પી. રાજીવ અને કે.એન. બાલગોપાલને કેબિનેટમાં સામેલ કરવા પર વિચાર કરી શકે છે. રવિવારે જાહેર થયેલા પરિણામોમાં બન્નેએ જીત મેળવી છે. બે વખત લોકસભા સભ્ય એમ બી રાજેશ જે 2019માં હારી ગયા ગતા, તેમણે આ વખતે કોંગ્રેસ નેતા વી ટી બલરામને જીતની હેટ્રિક લગાવતા રોક્યા છે, તેથી તેમને મંત્રી બનાવવાની સંભાવના છે. કોલ્લમથી સતત બીજીવાર જીત મેળવનાર ફિલ્મ સ્ટાર તથા સીપીએમ ધારાસભ્ય મુકેશને પણ મંત્રી બનવાની તક મળી શકે છે. 

આ પણ વાંચોઃ Bengal Result: બંગાળમાં ભાજપની હારના પાંચ કારણ, મોદી-શાહ પર ભારે પડ્યા મમતા બેનર્જી

મહિલા ઉમેદવારોમાં શૈલજાનું મંત્રી બનવાનું નક્કી
મહિલા ઉમેદવારોમાં શૈલજાનું ફરી મંત્રી બનવાનું નક્કી છે અને 2016ની જેમ એકથી વધુ મહિલાને તક આપવામાં આવી તો પત્રકારથી ધારાસભ્ય બનેલી વીના જોર્જ, જે સતત બીજીવાર જીત્યા છે, તે મંત્રી પદના દાવેદાર છે. સીપીએમ સચિવ અને વામ લોકતાંત્રિક મોર્ચાના સંયોજક એ. વિજયરાઘવનના પત્ની આર. બિંદુ ચૂંટણી જીત્યા છે, તે પણ મંત્રી બની શકે છે. આ સમયે બધાની નજર વિજયનના જમાઈ મોહમ્મદ રિયાજ પર પણ છે, તેમને મંત્રી પદ મળશે કે નહીં? કારણ કે તે બ્યોપુરથી 20 હજાર કરતા વધુ મતના અંતરથી જીત્યા છે, જ્યારે એક્ઝિટ પોલે ભવિષ્યવાણી કરી હતી કે તે હારી જશે. 

આ પણ વાંચોઃ જીત બાદ બોલ્યા મમતા બેનર્જી- બંગાળે દેશ બચાવી લીધો, આ ઉજવણીનો સમય નથી

નવા ધારાસભ્યને પણ મળી શકે છે તક
પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને પૂર્વ મંત્રી કે. રાધાકૃષ્ણનના પણ મંત્રી બનવાની સંભાવના છે, કારણ કે અનુસૂચિત જાતિ સમુદાયના હોવાથી પાર્ટીની કેન્દ્રીય સમિતિના સભ્ય પણ છે. વી.એન. વાસન, જેને વિજયનના નજીકના માનવામાં આવે છે. તેમને મંત્રી પદ મળી શકે છે. એલડીએફની બીજી સૌથી મોટી ઘટક સીપીઆઈથી પણ નવા ધારાસભ્યોને મંત્રી બનાવી શકાય છે. પાછલી કેબિનેટમાં સીપીઆઈમાંથી ચાર મંત્રી બનાવવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે તેની સંખ્યા કેટલી હશે તે જોવાનું રહેશે. 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube