close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ટ્રમ્પની સામે જ PM મોદીએ કહ્યું- 'આખી દુનિયા જાણે છે કે 9/11 અને 26/11ના કાવતરાખોરો ક્યાં મળી આવે છે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) અમેરિકાના હ્યુસ્ટન (Huston)માં હાઉડી મોદી (Howdy Modi)માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ની હાજરીમાં તેમના બાદ પોતાના ચિરપરિચિત અંદાજમાં ભાષણ આપ્યું.

Viral Raval Viral Raval | Updated: Sep 23, 2019, 09:12 AM IST
ટ્રમ્પની સામે જ PM મોદીએ કહ્યું- 'આખી દુનિયા જાણે છે કે 9/11 અને 26/11ના કાવતરાખોરો ક્યાં મળી આવે છે'

હ્યુસ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) અમેરિકાના હ્યુસ્ટન (Huston)માં હાઉડી મોદી (Howdy Modi)માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ની હાજરીમાં તેમના બાદ પોતાના ચિરપરિચિત અંદાજમાં ભાષણ આપ્યું. પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિની સામે જ આતંકવાદને લઈને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યાં. પીએમ મોદીએ કહ્યું કે ભારતે હાલમાં જ જમ્મુ અને કાશ્મીરના વિકાસમાં બાધા બની રહેલી કલમ 370ને હટાવી છે. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન કદાચ આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવાના છે. 

'હાઉડી મોદી'ની જબરદસ્ત સફળતા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યું એવું નિવેદન, દુશ્મનોના હાજા ગગડી જશે

આ અગાઉ મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે અમારા નિર્ણયોથી તે લોકોને મુશ્કેલી પડી  રહી છે. જેમનાથી પોતાનો જ દેશ સાચવી શકાતો નથી. અમેરિકામાં 9/11 અને અહીં ભારતમાં 26/11 હુમલા થયા, તેના કાવતરાખોર ક્યાંથી મળ્યાં? તે આખી દુનિયા જાણે છે. હવે સમય આવી ગયો છે કે આતંકવાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડવામાં આવે. 

જુઓ LIVE TV

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં ઘણું બધુ થઈ રહ્યું છે. ઘણું બદલાઈ રહ્યું છે અને ઘણું બધુ કરવાના ઈરાદાથી અમે આગળ વધી રહ્યાં છીએ। અમે નવા પડકારોને પહોંચી વળવા માટેની જીદ રાખી છે. 

(ઈનપુટ-આઈએનએસમાંથી પણ)

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...