)
Kokilaben Favourite Car: ભારતના સૌથી અમિર બિઝનેસમેન મુકેશ અંબાણીની માં કોકીલાબેનની તબિયત ખરાબ થવાથી તેમને મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશનમાં એડમિટ કરવામાં આવ્યા છે, કોકીલાબેન અંબાણી પોતાનો મોંઘી લાઈફસ્ટાઈલ વિશે પણ જાણીતા છે, કોકીલાબેન અંબાણી પાસે અનેક મોંઘી ગાડીઓ છે.
મીડિયા રિપોટ્સ મુજબ કોકીલાબેનની ફેવરીટ કાર Mercedes Benz છે, જ્યારે તેમના પતિ અને રિલાયન્સની સ્થાપના કરનાર ધીરૂભાઈને કૈડિલૈક લિમોજીન ખુબ પસંદ હતી. ભારતમાં મર્સિડીઢ બેંઝ કારની શરૂઆતની એક્સ શોરૂમ કીંમત 50 લાખ રૂપિયા છે, જે 3.71 કરોડ રૂપિયા સુધી જાય છે.
કેટલું લગ્ઝરી છે મુકેશ અંબાણીનું કાર કલેક્શન ?
મુકેશ અંબાણીની પાસે હાલની કારોમાં પહેલા નંબર પર Rolls-Royce Cullinan છે, તે તેમને ખુબ પસંદ છે, આ ગાડીની કિંમત લગભગ 13 કરોડ રૂપિયાની આસપાસ છે, રિલાયન્સ ગ્રુપના વડા મુકેશ અંબાણીની કારની યાદીમાં બીજી સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ફેન્ટમ ડ્રોપહેડ કૂપ છે, જે તેમણે ઘણા સમય પહેલા ખરીદી હતી. આ કારની કિંમત લગભગ 13 કરોડ રૂપિયા છે. આ કારનો દેખાવ ખૂબ જ સુંદર છે અને તેમાં ઘણી બધી સુવિધાઓ પણ છે.
મુકેશ અંબાણી પાસે મોંઘી અને લક્ઝરી કારની યાદીમાં ખૂબ જ વૈભવી કાર મર્સિડીઝ મેબેક બેન્ઝ S660 ગાર્ડ પણ છે. આ કારની બજાર કિંમત 10 કરોડ રૂપિયાથી વધુ છે. મુકેશ અંબાણી પાસે સૌથી સુરક્ષિત કાર તરીકે ઘણી બુલેટપ્રૂફ કાર પણ છે.
આ કાર પણ કલેક્શનમાં હાજર છે
મુકેશ અંબાણી પાસે BMW 760 LI સિક્યુરિટી (આર્મર્ડ) કાર પણ છે. આ બુલેટપ્રૂફ કાર છે. આ કારની બજાર કિંમત લગભગ 8.50 કરોડ રૂપિયા છે. મુકેશ અંબાણીની સૌથી મોંઘી કારમાં પાંચમા ક્રમે Ferrari SF90 Stradale છે. આ એક હાઇબ્રિડ સ્પોર્ટ્સ મોડેલ છે, જે તેમણે 2019 માં ખરીદી હતી. આ ફેરારીની પહેલી હાઇબ્રિડ છે. બજારમાં આ કારની કિંમત લગભગ 7.50 કરોડ રૂપિયા છે.