ચોટલીમાં ગાંઠ વાળીને રાખવાથી એવો શરીરને જાદુ મળે છે કે તમે વિચારી પણ નહિ શકો

માનવ ખોપડીની પાછળના અંદરના ભાગને સંસ્કૃતમાં મેરુશીર્ષ અને અંગ્રેજીમાં "Medulla Oblongata" કહેવાય છે. તેને મનુષ્યના શરીરનો સૌથી વધુ સંવેદનશીલ ભાગ માનવામાં આવે છે. મેરુદંડની તમામ શિરાઓ અહી માથા સાથે જોડાયેલી છે. આ હિસ્સો એટલો સંવેદનશીલ છે કે, માનવ ખોપડીના આ ભાગનું કોઈ ઓપરેશન થઈ શક્તુ નથી. પ્રાચીન પરંપરાઓ અનુસાર, શરીરમાં બ્રહ્માંડીય ઉર્જાનો અહીથી પ્રવેશ થાય છે.
ચોટલીમાં ગાંઠ વાળીને રાખવાથી એવો શરીરને જાદુ મળે છે કે તમે વિચારી પણ નહિ શકો

ઝી મીડિયા/બ્યૂરો :માનવ ખોપડીની પાછળના અંદરના ભાગને સંસ્કૃતમાં મેરુશીર્ષ અને અંગ્રેજીમાં "Medulla Oblongata" કહેવાય છે. તેને મનુષ્યના શરીરનો સૌથી વધુ સંવેદનશીલ ભાગ માનવામાં આવે છે. મેરુદંડની તમામ શિરાઓ અહી માથા સાથે જોડાયેલી છે. આ હિસ્સો એટલો સંવેદનશીલ છે કે, માનવ ખોપડીના આ ભાગનું કોઈ ઓપરેશન થઈ શક્તુ નથી. પ્રાચીન પરંપરાઓ અનુસાર, શરીરમાં બ્રહ્માંડીય ઉર્જાનો અહીથી પ્રવેશ થાય છે.

ભૂમધ્યમાં આજ્ઞા ચક્ર તેનુ જ પ્રતિબિંબ છે. એટલે કે, આજ્ઞાચક્ર (બંને ભમરની વચ્ચેનો ભાગ) ના એકદમ પાછળના ખોપડીના ભાગને મેરુશીર્ષ કહેવાય છે. યોગીઓના નાદનો અવાજ અહીંથી સંભળાય છે. માથાનો આ ભાગ ગ્રાહક યંત્રનું કામ કરે છે. તેથી માથા પર ચોટલી રાખવાની પ્રથા બનાવવામાં આવી છે. જે રિસીવિંગ એન્ટીનાનું કાર્ય કરે છે. શિખા ધારણ કરવાથી આ ભાગ વધુ સંવેદનશીલ થઈ જાય છે. 

યોગ અને આધ્યાત્મને સમજતા જ્યારે આધુનિક પ્રયોગ શાળામાં શોધકાર્ય કરવામાં આવ્યું, તો શિખાના વિષયમાં મોટા અને મહત્વપૂર્ણ અને રોચક વૈજ્ઞાનિક તથ્ય નીકળીને સામે આવ્યા. 

હકીકતમાં, જે સ્થાન પર શિખા એટલે કે ચોટલી રાખવાની પરંપરા છે, ત્યાં માથાના વચ્ચોવચ સુષુમ્ના નાડીનું સ્થાન હોય છે. એટલે કે, આજ્ઞાચક્ર અને મેરુશીર્ષની વચ્ચે એક રેખા ખેંચવામાં આવે તો તેની એકદમ વચ્ચે સુષુમ્ના નાડીનું સ્થાન હોય છે. ખોપડીની અંદર અને શરીરની વચ્ચોવચ....

શરીર વિજ્ઞાન એ સિદ્ધ કરી ચૂક્યું છે કે, સુષુમ્ના નાડી વ્યક્તિના દરેક પ્રકારના વિકાસમાં બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિખા રાખવાની પરંપરા સુષુમ્ના નાડીને હાનિકારક પ્રભાવોથી બચાવે છે. સાથે જ બ્રહ્માંડથી આવનાર સકારાત્મક તથા આધ્યાત્મિક વિચારોને પણ ગ્રહણ કરે છે. 

યોગશાસ્ત્રમાં ઈડા, પિંગલા અને સુષુમ્ના નાડીઓની ચર્ચા થાય છે. તેમાં સુષુમ્ના સૌથી મહત્વનું હોય છે. કેમ કે તે જ્ઞાન અને ક્રિયાશીલતાની નાડી માનવામાં આવે છે. તે મેરુદંડથી થઈને મસ્તિષ્ક સુધી પહોંચે છે. આ નાડીના મસ્તિષ્કમાં મળવાના સ્થાન પર શિખા બાંધવામાં આવે છે. શિખા બંધન મસ્તિષ્કની ઉર્જા તરંગોની રક્ષા કરીને આત્મશક્તિ વધારે છે. જે જગ્યાએ ચોટી રાખવામાં આવી છે, તે શરીરના અંગો, બુદ્ધિ અને મનને નિયંત્રિત કરવાનું સ્થાન છે. શિખા, મસ્તિષ્કના સંતુલનનું પણ બહુ જ મોટું કારક છે. શિખા, મસ્તિષ્કના સંતુલનનું પણ બહુ મોટું કારક છે.

શિખા રાખવાથી મનુષ્ય સ્વસ્થ, બલિષ્ઠ, તેજસ્વી અને દીર્ઘાયુ બને છે. યર્જુવેદમાં શિખાને ઈન્દ્રિયોની કહેવાય છે. બ્રહ્મરન્ધ્ર જ્ઞાન, ક્રિયા અને ઈચ્છા આ ત્રણ શક્તિઓની ત્રિવેણી છે. તે મસ્તિષ્કના અન્ય ભાગોની સરખામણીમાં બ્રહ્મરન્ધ્રને વધુ ઠંડુ રાખે છે. બહાર ઠંડુ પડવાથી શિખા રૂપી કેશરાશિ તમારા બ્રહ્મરન્ધ્રમાં પર્યાપ્ત ગરમી બનાવી રાખે છે. 

પૂજાપાઠના સમયમાં શિખામાં ગાંઠ લગાવીને માથામાં સંકલિત ઉર્જા તરંગો બહાર નીકળી શકતા નથી. તેના અંતર્મુખ થઈ જવાથી માનસિક શક્તિઓનું પોષણ, સદબુદ્ધિ, સદવિચાર વગેરેની પ્રાપ્તિ, વાસનાનું ઓછું થવું, આત્મશક્તિમાં વધારો, શારીરિક શક્તિનો સંચાર, અવસાદથી બચાવ, અનિષ્ટકર પ્રભાવોથી રક્ષા, સુરક્ષિત નેત્ર જ્યોતિ, કાર્યોમાં સફળતા તથા સદગતિ જેવા લાભ પણ મળે છે. 

મંત્ર ઉચ્ચારણ અને અનુષ્ઠાનના સમયે શિખાને ગાંઠ મારવાનું વિધાન છે. તેનું કારણ એ છે કે, ગાંઠ મારવાથી મંત્ર સ્પંદન દ્વારા ઉત્પન્ન થનારી ઉર્જા શરીરમાં જ એકત્રિત થાય છે અને શિખાને કારણે તે ઉર્જા બહાર જવાથી રોકાઈ જાય છે. જેનાથી આપણને મંત્ર અને જાપનો સંપૂર્ણ ફાયદો પ્રાપ્ત થાય છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news