કાશ્મીર: આતંકવાદી બનેલા AMU ના વિદ્યાર્થી મન્નાનને પકડવા માટે સેનાનું સર્ચ ઓપરેશન, ઇંટરનેટ સેવાઓ રદ

આતંકવાદી મન્નાન વાનીને પકડવા માટે સેના અને પોલીસનું સંયુક્ત અભિયાન તેજ થઇ રહ્યું છે. સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એક-એક ઘરની તલાશી લેવામાં આવી રહી છે. સેનાએ સમગ્ર વિસ્તારની ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દીધી છે. જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ મન્નાન વાનીને સરેંડર કરવાની અપીલ કરી છે. 

કાશ્મીર: આતંકવાદી બનેલા AMU ના વિદ્યાર્થી મન્નાનને પકડવા માટે સેનાનું સર્ચ ઓપરેશન, ઇંટરનેટ સેવાઓ રદ

જમ્મૂ: આતંકવાદી મન્નાન વાનીને પકડવા માટે સેના અને પોલીસનું સંયુક્ત અભિયાન તેજ થઇ રહ્યું છે. સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એક-એક ઘરની તલાશી લેવામાં આવી રહી છે. સેનાએ સમગ્ર વિસ્તારની ઇન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દીધી છે. જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ મન્નાન વાનીને સરેંડર કરવાની અપીલ કરી છે. 

ઇન્ટરનેટ સેવા સ્થગિત
થોડા મહિના પહેલાં આતંકવાદી સંગઠન હિજ્બુલ મુજાહિદ્દીનમાં જોડાયેલા મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના વિદ્યાર્થી મન્નાન વાનીને પકડવા માટે કુપવાડામાં સુરક્ષા બળોએ ઘેરાબંધી થઇ હતી. સોપોરમાં પણ સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકવાદીને પકડવા માટે સેના દરેક બાજુથી દબિશ આપી રહી છે. આ વિસ્તારની ઇન્ટરનેટ સેવાઓ રદ કરવામાં આવી છે. 

ઉમર અબ્દુલાની અપીલ
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ આતંકવાદી મન્નાન વાનીને સરેંડર કરવાની અપીલ કરી છે. તેમણે એક ટ્વિટ સંદેશમાં મન્નાન વાનીને આત્મસમર્પણ કરવાની અપીલ કરી છે.

— Omar Abdullah (@OmarAbdullah) February 3, 2018

AMUનો વિદ્યાર્થી બન્યો આતંકવાદી
બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ મન્નાન વાનીને સરેંડર કરવાની અપીલ કરી છે. થોડા દિવસો પહેલાં જ પ્રતિબંધિત સંગઠન સૈયદ સલાહુદ્દીને મન્નાન વાની આતંકવાદી સંગઠનમાં જોડાયો હોવાની પુષ્ટી કરી હતી. મન્નાન વાની કુપવાડા જિલ્લાના તાકીપુર ગામનો રહેવાસી છે. મન્નાન વાનીની સોશિયલ મીડિયામાં તસવીર મુકવામાં આવી હતી. તસવીરમાં તે હાથમાં એકે-47 રાઇફલ લઇને ઉભેલો નજરે પડે છે. મન્નાન વાનીના પિતા પ્રોફેસર છે અને તેનો ભાઇ એન્જીનિયર છે. 

જાન્યુઆરીથી છે ગુમ
ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના લોબાબ વિસ્તારનો રહેવાસી મન્નાન વાની ગત અઠવાડિયે ગુમ થયો હતો. તેને છ જાન્યુઆરીના રોજ દિલ્હીથી ઘરે પરત ફરવાનું હતું. સોશિયલ મીડિયા પર એકે-47 રાઇફલ સાથે તેની તસવીર સામે આવ્યા બાદ સમાચારો આવી રહ્યાં છે કે તે આતંકવાદી સંગઠનમાં સામેલ થઇ ગયો છે. ત્યારબાદ એએમયૂએ 26 વર્ષીય આ વિદ્યાર્થીને સસ્પેંડ કરી દીધો છે. 

AMUમાંથી સસ્પેંડ
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયૂ)ના અધિકારીઓએ મન્નાન વાનીને સસ્પેંડ કરી દીધો હતો. આ વિદ્યાર્થી વિશે એવા સમાચાર આવી રહ્યાં છે કે તે કથિત રીતે આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનમાં જોડાયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીનું નામ મન્નાન બશીર વાની (26) છે અને તે ભૂગર્ભ વિજ્ઞાન (જિયોલોજી)નો વિદ્યાર્થી છે. વિદ્યાર્થીની વિભાગમાં છેલ્લી હાજરી બે જાન્યુઆરીના રોજ હતી. યુનિવર્સિટીના અધિકારીઓના અનુસાર મન્નાન વાની જમ્મૂ કાશ્મીરના કૂપવાડાનો રહેવાસી છે અને યુનિવર્સિટીમાં છ જાન્યુઆરીએ યોજાનારી શિયાળાની રજાઓ પહેલાં તે પોતાના ઘરે જતો રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news