આજે થનાર ખગ્રાસ સૂર્યગ્રહણની આ 4 રાશિઓ પર પડશે અશુભ પ્રભાવ, બચવા માટે કરો આ ઉપાય

વર્ષનું છેલ્લું ખગ્રાસ સૂર્ય ગ્રહણ (Solar Eclipse 2021) આજે 11.59 મિનિટથી શરૂ થવા જઈ રહ્યું છે, જે બપોરે 03.07 મિનિટ સુધી ચાલશે. તેની સાથે આ સૂર્યગ્રહણનો સમયગાળો 4 કલાક 08 મિનિટ સુધી રહેવાનો છે.

આજે થનાર ખગ્રાસ સૂર્યગ્રહણની આ 4 રાશિઓ પર પડશે અશુભ પ્રભાવ, બચવા માટે કરો આ ઉપાય

નવી દિલ્હી: વર્ષનું છેલ્લું ખગ્રાસ સૂર્ય ગ્રહણ (Solar Eclipse 2021) આજે 11.59 મિનિટથી શરૂ થવા જઈ રહ્યું છે, જે બપોરે 03.07 મિનિટ સુધી ચાલશે. તેની સાથે આ સૂર્યગ્રહણનો સમયગાળો 4 કલાક 08 મિનિટ સુધી રહેવાનો છે. આમ તો આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં, પરંતુ તેની રાશિઓ પર તેનો સારો નરસો પ્રભાવ અવશ્ય પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણની અસર તમામ રાશિઓ પર પડવાની છે. જાણો સૂર્યગ્રહણની તમામ રાશિઓ પર શું અસર પડશે અને તેની અશુભ અસરોથી બચવા શું કરવું જોઈએ.

આ રાશિઓ પર પડશે ખાસ પ્રભાવ
મેષ: આ રાશિવાળાઓ માટે આ ગ્રહણ શુભ નથી. ગ્રહણનો અશુભ પ્રભાવ સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે. સ્વાસ્થ્યમાં નરમાઈ જોવા મળી શકે છે. કોઈ દુર્ઘટના થવાની પણ આશંકા છે.

વૃષભ: આ રાશિવાળા જાતકો માટે આ ગ્રહમ શુભ છે. રાજનીતિના ક્ષેત્રે સફળતા મળશે. વેપારમાં લાભ તશે. દેવામાંથી છૂટકારો મળશે

મિથુન: આ ગ્રહણ શુભ સાબિત થશે. વિવાદોમાંથી છૂટકારો મળશે. કોઈ ખાસ ઈચ્છા પુરી થશે.

કર્ક: ગ્રહણ આ રાશિવાળા જાતકો માટે અશુભ સાબિત થનાર છે. સંતાનોની ચિંતા થશે. મિત્રો સાથે કારણ વિના વિવાદ થશે.

સિંહ: ગ્રહણ શુભ સાબિત થનાર છે. આર્થિક લાભના અણસાર છે. જમીન અને મકાન સાથે જોડાયેલા વિવાદો પતી જશે.

કન્યા: ગ્રહણ સારું ફળ આપશે. પરાક્રમ અને સાહસમાં વૃદ્ધિ થનાર છે. મિત્રો પાસેથી આર્થિક સહયોગ મળશે.

તુલા: આ સૂર્ય ગ્રહણ તુલા રાશિવાળા જાતકો માટે અશુભ રહેનાર છે. વાતચીતમાં સતર્કતા રાખવી પડશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે.

વૃશ્વિક: સૂર્ય ગ્રહણ આ રાશિમાં થનાર છે. જેના પ્રભાવથી મન અશાંત રહેશે. ગ્રહણ પછી પણ મનમાં તણાવ રહેશે. નોકરી વેપારમાં પરેશાનીઓનો સામનો કરવો પડશે.

ધનુ: ગ્રહણની અશુભ પ્રભાવ પડશે. જેના કારણે સૌથી વધુ ધન ખર્ચ થશે. ગ્રહણ પછી પણ ખર્ચ વધી શકે છે. વિદેશ યાત્રાનો યોગ છે. કારણો વગરની ભાગદોડ થશે.

મકર: ગ્રહણનો શુભ પ્રભાવથી વેપારમાં વિકાસ થશે. નોકરીમાં પ્રમોશનનો લાભ મળશે. અચાનક ધન લાભનો પણ યોગ છે.

કુંભ: સામાજિક કાર્યોમાં માન સમ્માનની સાથે આર્થિક લાભ થશે. જમીન અને મકાન સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન થશે.

મીન: આ ગ્રહણ અશુભ રહેશે. ધાર્મિક કાર્યોથી મન અલગ રહેશે. આ સિવાય નોકરીમાં ફેરફાર થવાનો છે. કોઈ કારણ વગર પિતા સાથે વિવાદ તમને માનસિક રીતે પરેશાન કરશે. સાવચેત રહો.

સૂર્યગ્રહણ સમયે કરો આ ઉપાય
- સૂર્યગ્રહણ દરમિયાન સૂર્ય ભગવાનની પૂજા કરો.

- ગ્રહણ દરમિયાન શિવના કોઈપણ મંત્રનો જાપ કરવો શુભ સાબિત થશે.

- ગ્રહણ સમયે મહામૃત્યુંજય મંત્ર અથવા મૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળશે.

- કોઈપણ મોટા અવરોધમાંથી મુક્તિ મેળવવા માટે ગ્રહણ સમયે માનસિક સંકલ્પ સાથે દાન કરો.

- સૂર્યગ્રહણ દરમિયાન મહાદેવ અને મા કાલીનું પૂજન કરવાથી ગ્રહણની અશુભ અસર ઓછી થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news