કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, ગુજરાતનો ટોલ પ્લાઝા કમાણીમાં નંબર વન; જાણો ટોપ 10 ટોલ પ્લાઝાની આવક

Highest Toll Collection in India: દેશમાં મોંઘા ટોલને લઈને અવારનવાર લોકોની ફરિયાદ રહે છે. જો કે, શું તમે જાણો છો કે દેશમાં સૌથી વધારે કમાણી કયા ટોલ પ્લાઝા પર થાય છે? તો તેનો જવાબ છે ગુજરાતના ભરથાણા ગામમાં બનેલ ટોલ પ્લાઝા છે. આ ટોલ પ્લાઝા નેશનલ હાઈવે 48 પર બનેલો છે જે રાજધાની દિલ્લીને મુંબઈ સાથે જોડે છે. તે સૌથી વધારે આવક કરનારો દેશનો ટોલ પ્લાઝા છે. ત્યારે તેની આવક કેટલી છે? સરકારને કમાણી કરી આપતાં ટોપ ટેન ટોલ પ્લાઝા કયા છે? 

કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, ગુજરાતનો ટોલ પ્લાઝા કમાણીમાં નંબર વન; જાણો ટોપ 10 ટોલ પ્લાઝાની આવક

Highest Toll Collection: કમાણીમાં top 10 ટોલ પ્લાઝાની યાદીમાં બે ટોલ પ્લાઝા ગુજરાતના, બે રાજસ્થાન, બે ઉત્તર પ્રદેશના સામેલ છે. જ્યારે એક હરિયાણા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને બિહારના યાદીમાં છે. 

ટોલ પ્લાઝા કે કમાણીનું સાધન?
આ આંકડા દર્શાવે છે કે ટોલ ટેક્સ કેન્દ્ર સરકારની મોટી કમાણીનું માધ્યમ બની ગયા છે. દેશમાં જેટલી ઝડપથી નેશનલ હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે.. તેટલી જ ઝડપથી ટોલ ટેક્સથી થનારી કમાણીમાં વધારો થઈ રહ્યો છે. સરકાર તરફથી સંસદમાં ટોલ ટેકસથી થનારી કમાણીનો આંકડો રજૂ કરવામાં આવ્યો. જેમાં સરકારની મસમોટી આવકનો મોટો ખુલાસો  થયો.

ગુજરાતના ચોર્યાસી ટોલ પ્લાઝાની આવક 1164.19 કરોડ 
હવે તમારા મનમાં એમ થતું હશે કે ટોલ પ્લાઝાથી સરકારને કેટલી આવક થતી હશે? તો ગુજરાતના ભરથાણા ટોલ પ્લાઝાની 5 વર્ષની આવક 2043.81 કરોડ રૂપિયા છે. રાજસ્થાનના શાહજહાંપુર ટોલ પ્લાઝાની 5 વર્ષની આવક 1884.46 કરોડ રૂપિયા છે. પશ્વિમ બંગાળના જલાધુલાગોરી ટોપ પ્લાઝાની આવક 1538.91 કરોડ રૂપિયા છે. ઉત્તર પ્રદેશના બારાજોર ટોલ પ્લાઝાની આવક 1480.75 કરોડ રૂપિયા છે. હરિયાણાના ઘરોંડા ટોલ પ્લાઝાની આવક 1314.37 કરોડ રૂપિયા છે. 

ટોલ ટેક્સથી સરકારની ભરાય છે તિજોરી
રાજસ્થાનના ઠીકરીયા-જયપુર ટોલ પ્લાઝાની આવક 1161.19 કરોડ રૂપિયા છે. તમિલનાડુના L&T કૃષ્ણાગિરી થોપુર ટોલ પ્લાઝાની આવક 1124.18 કરોડ રૂપિયા છે. ઉત્તર પ્રદેશના નવાબગંજ ટોલ પ્લાઝાની આવક 1096.91 કરોડ રૂપિયા છે. બિહારના સાસારામ ટોલ પ્લાઝાની આવક 1071.36 કરોડ રૂપિયા છે.

2024માં 56,000 કરોડ રૂપિયાનું થયું કલેક્શન
પરંતુ એવું નથી કે આ તમામ ટોલ પ્લાઝા પર નેશનલ હાઈવે એકદમ જોરદાર હશે જેના કારણે ત્યાં ટોલ ટેક્સની આવકમાં વધારો થયો છે. પરંતુ કનેક્ટિવિટીના કારણે આ ટોલ પ્લાઝા પર આવક વધી રહી છે. અને જ્યારથી ફાસ્ટેગ આવ્યું છે ત્યારથી સરકારની તિજોરી રૂપિયાથી છલકાવા લાગી છે.

5 વર્ષમાં સરકારને 1.93 લાખ કરોડની થઈ આવક
જો કે, કેટલાંક ટોલ પ્લાઝા એવા પણ છે જ્યાં હાઈવે બનાવવાના ખર્ચ કરતાં વધારે ટોલ વસૂલવામાં આવ્યો છે... આ અંગેનો ખુલાસો પણ સંસદમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જવાબથી થયો છે. ગુડગાંવથી જયપુરનો હાઈવે બનાવવાનો ખર્ચ 6430 કરોડ રૂપિયા થયો છે. જ્યારે તેની પરના ટોલબૂથથી અત્યાર સુધી 9218 કરોડ વસૂલવામાં આવ્યા છે. દિલ્લીથી ગુડગાંવ સુધીના હાઈવેનો ખર્ચ 2489.45 કરોડ રૂપિયા છે. જ્યારે તેની પરના ટોલ પ્લાઝાથી 2727.50 કરોડ ટોલ વસૂલવામાં આવ્યો છે.

હાલમાં ટોલ પ્લાઝાના કારણે સરકારને વર્ષે સારી એવી આવક થઈ રહી છે. ત્યારે આશા રાખીએ કે નેશનલ હાઈવે પર વધારે સારા રસ્તા બનાવવામાં આવે છે. કોઈપણ જગ્યાએ રોડ તૂટેલો ન હોય અને દુનિયાના દેશોની જેમ ભારતમાં પણ અકસ્માત અટકે તે દિશામાં કામ કરવામાં આવે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news