નવી દિલ્હી: જો તમે વાહન ચલાવો છો તો તમે આ વાતથી જરૂર વાકેફ હશો કે ઘણીવાર ટ્રાફિક પોલીસકર્મી (Traffic Policeman) ચેકિંગ દરમિયાન ગાડીની ચાવી નિકાળી (Snatch Vehicle Key) લે છે. પરંતુ શું તમે જાણો છો કે તેમને આ વાતનો અધિકાર હોતો નથી. જો તમારી સાથે પણ આમ થાય છે તો તમારે શું કરવું જોઇએ, આ સમાચારમાં જાણો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું પોલીસ પાસે છે તમારી ચાવી ખેંચવાનો અધિકાર?
તમને જણાવી દઇએ કે પોલીસકર્મી પાસે ચેકિંગ દરમિયાન તમારી ગાડીમાંથી ચાવી નિકાળવાનો અધિકાર નથી. આ ઉપરાંત ના તો તે તમારી ગાડીના ટાયરની હવા નિકળી શકે. અને ના તો તેમને ગાળ આપી સહ્કે અથવા તો ગેરવર્તણૂક કરી સહ્કે. જો તમારી સાથે કોઇ ટ્રાફિક પોલીસકર્મી આમ કરે છે તો તમે પુરાવા તરીકે તે ઘટનાનો વીડિયો બનાવી લો. પછી નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો કોઇ સીનિયર અધિકારી પાસે તેની ફરિયાદ કરી શકો છો કારણ કે મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) માં ટ્રાફિક પોલીસકર્મી ને આમ કરવાનો અધિકાર નથી. 

અંબાણીથી કમ નથી આ ગુજરાતી, લગ્નમાં 7 હજારની કંકોત્રી અને 18,000ની થાળી


જો અધિકારી ટ્રાફિક પોલીસકર્મીનો પક્ષ લે છે તો શું કરશો?
ત્યારબાદ પણ જો પોલીસ સ્ટેશનમાં અથવા સીનિયર અધિકારી ગેરવર્તણૂક કરનાર ટ્રાફિક પોલીસકર્મીનો પક્ષ લે છે તો તમે આ કેસને હાઇકોર્ટ સુધી લઇ જઇ શકો છો. જો તમે ગરીબી રેખા નીચે આવો છો અને તમારી પાસે બીપીએલ કાર્ડ છે તો કાયદાના જાણકાર વકીલ પાસે મફતમાં સલાહ આપશે. પછી હાઇકોર્ટ તે ટ્રાફિક પોલીસકર્મી અને તેના સીનિયર અધિકારીઓને બોલાવશે. 

અહીં સૂરજ આથમતાં જ મા-બાપ પોતાની છોકરીઓને નગ્ન કરીને ખેતરમાં મોકલે છે, કારણ જાણીને રૂવાડાં ઉભા થઇ જશે


ચેકિંગના નામ પર થઇ ન શકે ગુંડાગર્દી
જાણી લો મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) કોઇપણ ટ્રાફિક પોલીસકર્મીને ચેકિંગના નામ પર ગુંડાગર્દી કરવાનો અધિકાર નથી. ભલે તે ગમે તેટલો સીનિયર અધિકારી કેમ ન હોય તે તમારી સાથે ગેરવર્તણૂક ન કરી શકે અને તમારી ગાડીમાંથી ચાવી ન નિકાળી શકે. 


અત્રે ઉલ્લેખનીય છે કે એક આરટીઆઇના જવાબમાં હરિયાણા પોલીસ કહી ચૂકી છે કે ટ્રાફિક પોલીસકર્મી હાથનો ઇશારો આપીને તમારા વાહનને રોકી શકે છે પરંતુ તે તમને હાથ લગાવી ન શકે. હા હાથનો ઇશારો જોઇને કોઇ વાહન રોકતું નથી તો તેના વિરૂદ્ધ પોલીસ યોગ્ય કાર્યવાહી કરી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube