આ રાજ્યમાં BJPની સરકાર સંકટમાં!, CM સામે બળવો, બળવાખોર ધારાસભ્યો તાબડતોબ દિલ્હી પહોંચ્યા

બર્મન સહિત દિલ્હીમાં સાત ધારાસભ્યોએ ડેરો જમાવ્યો છે. તમામે ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા(BJP National President JP Nadda) અને ગૃહમંત્રી અમિત શાહ(Home Minister Amit Shah) ને મળવા માટે સમય માંગ્યો છે.

Updated By: Oct 12, 2020, 07:15 AM IST
આ રાજ્યમાં BJPની સરકાર સંકટમાં!, CM સામે બળવો, બળવાખોર ધારાસભ્યો તાબડતોબ દિલ્હી પહોંચ્યા
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબકુમાર દેબ ફાઈલ ફોટો

નવી દિલ્હી: ત્રિપુરા(Tripura)માં ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. મુખ્યમંત્રી બિપ્લબકુમાર દેબ(CM Biplab Deb)ને તાનાશાહ ગણાવતા કેટલાક ધારાસભ્યો તેમને હટાવવાની માગણી લઈને દિલ્હી પહોંચી ગયા છે. બળવાખોર બનેલી ધારાસભ્યોનું નેતૃત્વ સુદીપ રોય બર્મન (Sudip Roy Barman) કરી રહ્યા છે. બર્મનનો દાવો છે કે અનેક ધારાસભ્યો મુખ્યમંત્રી વિરુદ્ધ તેમની સાથે છે. તેમણે કહ્યું કે બિપ્લબ દેબનું વલણ એક તાનાશાહ જેવું છે અને તેમને પાસે પુરતો અનુભવ પણ નથી, આથી તેમને પદ પરથી હટાવી દેવા જોઈએ. 

UP: કોંગ્રેસની ઓફિસમાં મહિલા કાર્યકર સાથે મારપીટ, VIDEO વાયરલ થતા હડકંપ મચી ગયો

રાજ્યમાં ભાજપના 36 ધારાસભ્યો
બર્મન સહિત દિલ્હીમાં સાત ધારાસભ્યોએ ડેરો જમાવ્યો છે. તમામે ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા(BJP National President JP Nadda) અને ગૃહમંત્રી અમિત શાહ(Home Minister Amit Shah) ને મળવા માટે સમય માંગ્યો છે. અત્રે જણાવવાનું કે ત્રિપુરાની 60 સભ્યોની વિધાનસભામાં ભાજપના 36 ધારાસભ્યો છે. આવામાં જો સુદીપ રોય બર્મનનો દાવો સાચો હશે તો ભાજપ માટે સરકાર બચાવી રાખવી મુશ્કેલ બનશે. 

સરળ શબ્દોમાં જાણો સ્વામિત્વ યોજના' વિશે, Property Card થી તમને શું ફાયદો થશે તે પણ સમજો

બે વિધાયક કોરોના પીડિત
દિલ્હી પહોંચેલા ધારાસભ્યમાં બર્મન ઉપરાંત સુશાંતા ચૌધરી, આશીષ સાહા, આશીષ દાસ, દિવાચંદ્ર રંખલ, બર્બમોહન ત્રિપુરા, અને રામ પ્રસાદ પાલ સામેલ છે. ચૌધરીએ દાવો કર્યો કે બે અન્ય ધારાસભ્યો બીરેન્દ્ર કિશોર દેબબર્મન અને બિપ્લબ ઘોષ પણ અમારી સાથે પરંતુ તેઓ કોરોના પીડિત હોવાના કારણે દિલ્હી આવી શક્યા નથી. તેમણે કહ્યું કે ભાજપથી અમને કોઈ ફરિયાદ નથી પરંતુ ત્રિપુરામાં જે કઈ થઈ રહ્યું છે તે યોગ્ય નથી. 

આ રાજ્યમાં બંધ થશે સરકારી મદરેસાઓ અને સંસ્કૃત શાળાઓ, ખાસ જાણો કારણ

સરકારને કોઈ જોખમ નથી
બળવાખોર નેતાઓ ભલે દિલ્હી પહોંચી ગયા હોય પરંતુ મુખ્યમંત્રી બિપ્લબકુમાર દેબ સંપૂર્ણ રીતે આશ્વસ્ત છે કે તેમના નીકટના નેતાઓએ કહ્યું છે કે રાજ્ય સરકારને કોઈ જોખમ નથી. ત્રિપુરા ભાજપ અધ્યક્ષ માનિક સાહાના જણાવ્યા મુજબ સરકાર સુરક્ષિત છે અને હું કહેવા માંગુ છું કે સાત કે આઠ ધારાસભ્યો સરકાર પાડી શકે નહીં. 

આ બાજુ બળવાખોર ધારાસભ્યોએ સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ પોતાની માગણી પર કાયમ છે. તેમણે કહ્યું કે જો ભાજપ રાજ્યમાં લાંબા સમય સુધી સત્તા પર રહેવા માંગતો હોય તો તેમણે દેબને હટાવવા પડશે. ત્રિપુરામાં જે કઈ થઈ રહ્યું છે તે બિલકુલ તાનાશાહી છે. મુખ્યમંત્રીને પોતાના કોઈ પણ ધારાસભ્ય પર ભરોસો નથી. તેઓ પોતે બે ડઝનથી વધુ વિભાગોનો કાર્યભાર સંભાળે છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube