J&K Encounter: શોપિયાંમાં બે એનકાઉન્ટર શરૂ, 3-4 આતંકી ફસાયા, સેનાએ સરેન્ડરની અપીલ કરી


જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોએ આજે સોમવારે સાંજે ત્રીજુ એનકાઉન્ટર શરૂ કરી દીધુ છે. 
 

J&K Encounter: શોપિયાંમાં બે એનકાઉન્ટર શરૂ, 3-4 આતંકી ફસાયા, સેનાએ સરેન્ડરની અપીલ કરી

જમ્મુ-કાશ્મીરઃ નિયંત્રણ રેખા પાર કરી જમ્મુ-કાશ્મીરમાં આવતા આતંકીઓ સાથે આજના દિવસનું ત્રીજુ એનકાઉન્ટર શરૂ થઈ ગયું છે. ત્રીજુ એનકાઉન્ટર શોપિયાં જિલ્લાના ઇમામ સાહેબ ક્ષેત્રના તુલરાનમાં ચાલી રહ્યું છે. પોલીસ અને સુરક્ષાદળો આ ઓપરેશનને અંજામ આપી રહ્યાં છે. આ વિસ્તારમાં સેનાના જવાનોએ ત્રણથી ચાર આતંકીઓને ઘેરી લીધા છે. તો દિવસનું પહેલું એનકાઉન્ટર પૂંછમાં થયું જેમાં એક જેસીઓ સહિત પાંચ જવાન શહીદ થઈ ગયા હતા. ત્યારબાદ સાંજે પૂંછમાં વધુ એક  એનકાઉન્ટર શરૂ થયું હતું. આ એનકાઉન્ટર પ્રથમ ઘટનાસ્થળથી થોડે દૂર હતું. 

પહેલા એનકાઉન્ટરને લઈને રક્ષા વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું કે, આતંકીઓએ સુરક્ષાદળો પર ભારે ગોળીબારી કરી જેનાથી એક જેસીઓ અને ચાર અન્ય જવાન ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થઈ ગયા. બાદમાં સારવાર દરમિયાન નજીકની એક સૈન્ય હોસ્પિટલમાં પાંચેયના નિધન થયા હતા. પ્રવર્તાએ સાંજે કહ્યુ કે, આતંકીઓની સાથે અથડામણ હજુ ચાલી રહી છે. તો દિવસના બીજા એનકાઉન્ટરને લઈને ન્યૂઝ એજન્સી એએનઆઈએએ જણાવ્યું કે, પાછલા અથડામણ સ્થળથી લગભગ 2 કિલોમીટર દૂર થયેલા એનકાઉન્ટરમાં સેનાનો એક જવાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. 

(Source: J&K Police)
(Visuals deferred by unspecified time) pic.twitter.com/rTs8ue8yar

— ANI (@ANI) October 11, 2021

એનકાઉન્ટરનો વીડિયો પણ સામે આવ્યો
શોપિયાંમાં ચાલી રહેલા એનકાઉન્ટરને લઈને જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાહ સિંહે કહ્યુ કે, એક વિશ્વસનીય ઇનપુટના આધાર પર આજે સાંજે શોપિયાંમાં બે ઓપરેશન શરૂ થઈ ગયા છે. શોપિયાંના તુલરાનમાં અથડામણ શરૂ થઈ છે. 3-4 આતંકી ઘેરાયેલા છે. તો શોપિયાંના ખેરીપોરામાં એક અન્ય ઓપરેશન શરૂ થયું છે. એનકાઉન્ટરનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં આતંકીઓને ઘેર્યા બાદ સેનાએ તેને સરેન્ડર કરવાની તક આપી. પરંતુ તેમ ન કરતા હજુ એનકાઉન્ટર ચાલી રહ્યું છે. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે સશસ્ત્ર આતંકવાદીઓ નિયંત્રણ રેખા પાર કરીને ચમેર જંગલમાં છુપાયા હોવાના અહેવાલો છે. તેમણે કહ્યું કે પ્રારંભિક એન્કાઉન્ટર બાદ આતંકવાદીઓ નજીકના ભંગાઈ ગામમાં ભાગી ગયા જે રાજૌરી જિલ્લા હેઠળ આવે છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓને ખતમ કરવા માટે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને આતંકવાદીઓ માટે તમામ સંભવિત બચવાના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. આ પહેલા જમ્મુ -કાશ્મીરના અનંતનાગ અને બાંદીપોરા જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news