J&K: પુલવામાના અવંતીપોરામાં સતત ત્રીજા દિવસે અથડામણ, બે આતંકી ઠાર

જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓની શોધ માટે જારી અભિયાન વચ્ચે સતત ત્રીજા દિવસે બે આતંકીઓને મોતની ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ આતંકીઓ જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની વાત સામે આવી હતી. 
 

J&K: પુલવામાના અવંતીપોરામાં સતત ત્રીજા દિવસે અથડામણ, બે આતંકી ઠાર

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં શનિવારે સવારથી થઈ રહેલી અથડામણમાં અત્યાર સુધી બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યાં છે. આ ઓપરેશનમાં સેના, એસઓજી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ સામેલ થઈ છે. 

પ્રાપ્ત વિગત અનુસાર, પુલવામાના અવંતીપોરામાં છેલ્લા ત્રણ દિવસથી આતંકીઓની ઘેરાબંધી માટે સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં શનિવારે પણ અહીં છુપાયેલા આતંકીઓની શોધખોળ માટે રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મૂ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનોને લાવવામાં આવ્યા હતા. 

આતંકીઓની શોધ કરી રહેલા જવાનો પર આતંકીઓએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. શનિવારે થયેલી અથડામણ દરમિયાન જૈશના એક ટોપ કમાન્ડર સહિત ત્રણ આતંકીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તેવામાં આતંકીઓ વિરુદ્ધ જારી ઓપરેશન દરમિયાન અહીં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 

— Kashmir Zone Police (@KashmirPolice) January 25, 2020

હેલિકોપ્ટરથી ધ્યાન રાખી રહી છે સેનાની ટીમ
વિસ્તારમાં સેનાના જવાનોની કાર્યવાહી દરમિયાન અહીં હેલિકોપ્ટરથી નજર રાખવામાં આવી રહી છે. આ સિવાય અવંતીપોરાને અન્ય વિસ્તાર સાથે જોડતા તમામ માર્ગ સીલ કરી દેવામાં આવ્યા હતા. જમ્મૂ-કાશ્મીર પોલીસ અનુસાર, વિસ્તારમાં શનિવારે સાંજે જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યાં હતા. પરંતુ અહીં સુરક્ષાદળોનું અભિયાન હજુ પણ ચાલું છે. મહત્વનું છે કે આ પહેલા પણ અવંતીપોરામાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર અબુ સૈફલ્લા સહિત 2 અન્ય આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. 

— ANI (@ANI) January 25, 2020

બાંદીપોરા જિલ્લામાં ઓજીડબ્લ્યૂ અરેસ્ટ
આ વચ્ચે મધ્ય કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સેના, પોલીસ અને સીઆરપીએફની ટીમોના સંયુક્ત ઓપરેશને લશ્કર અને હિઝબુલ મુહાહિદ્દીન માટે કામ કરનારા સાત ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (ઓજીડબ્લ્યૂ)ની ધરપકડ કરી હતી. આ બધા પર આતંકીઓની મદદ કરવા અને તેને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવાનો આરોપ છે. આ સંબંધમાં બાંદીપોરા પોલીસે બે એફઆઈઆર પણ નોંધી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news