VIDEO : દુકાનની બહારથી અઢી વર્ષની બાળકીનું અપહરણ, 6 કલાક પછી મળ્યું ધાર્યું ન હોય એવું પરિણામ

આ વાતની જાણ થયા પછી પોલીસે તરત શરૂ કરી હતી કાર્યવાહી

Updated By: Feb 24, 2018, 01:31 PM IST
VIDEO : દુકાનની બહારથી અઢી વર્ષની બાળકીનું અપહરણ, 6 કલાક પછી મળ્યું ધાર્યું ન હોય એવું પરિણામ
બાળકીના અપહરણ વખતની તસવીર

મુંબઈ : દેશમાં હાલમાં બાળકોના અપહરણની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુ જેવા શહેરોમાંથી સતત કિડનેપિંગના સમાચાર આવતા રહે છે. આ સંજોગોમાં મુંબઈનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ માર્કેટમાં નાની બાળકીને ઉઠાવીને જતો દેખાય છે. સમાચાર એજન્સી દ્વારા જાહેર કરાયેલા આ વીડિયોમાં એક વ્યક્તિ દુકાન સામે રમતી બાળકીનું બહુ સરળતાથી અપહરણ કરીને ચાલ્યો જતો જોવા મળે છે. 

સીસીટીવીનો રોલ
આ ઘટના મુંબઈના સીકી નાકા વિસ્તારની છે જ્યાં એક વ્યક્તિ દુકાન સામે રમતી બાળકીનું બહુ સરળતાથી અપહરણ કરીને ચાલ્યો જતો જોવા મળે છે. આ સમગ્ર ઘટના દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં નોંધાઈ ગઈ હતી. બાળકી અચાનક ગાયબા થઈ જતા તેના પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી પણ એના વિશે કોઈ માહિતી નહોતી મળી. આખરે સીસીટીવી ફુટેજમાંથી દિશા મળી હતી. 

સતર્ક પોલીસ
મુંબઈ પોલીસે આ મામલામાં ભારે સતર્કતા વાપરી હતી. બાળકી જ્યારે ગાયબ થઈ હતી ત્યારે બાળકીના પરિવારે પોલીસને માહિતી આપી હતી. માહિતી મળતા જ પોલીસે આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. આ ઘટનાના 6 કલાક પછી પોલીસે બાળકીને સકુશળ શોધી કાઢી છે. આ મામલામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.