Corona: અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજને કોરોનાને આપી માત, એમ્સથઈ પહોંચ્યો તિહાડ જેલ
કોરોના સંક્રમિત (Coronavirus) થયા બાદ અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન (Chhota Rajan) ને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃ કોરોના સંક્રમિત (Coronavirus) થયા બાદ અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન (Chhota Rajan) ને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. કોરોનાથી સાજા થયા બાદ મંગળવારે તેને દિલ્હી એમ્સમાંથી ડિસ્ચાર્જ કરી ફરી તિહાડ જેલ (Tihar Jail) મોકલી દેવામાં આવ્યો છે.
એમ્સમાં 22 એપ્રિલે થયો હતો દાખલ
મહત્વનું છે કે કોરોનાથી સંક્રમિત થયા બાદ છોટા રાજનને 22 એપ્રિલે એમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ વચ્ચે તેના નિધનની અફવાઓ પણ સામે આવી હતી, ત્યારબાદ તિહાડ જેલ તંત્રએ આ વાતને નકારી હતી. હવે કોરોનાથી સાજા થયા બાદ તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે. આકરી સુરક્ષા વચ્ચે તેને તિહાડ જેલ નંબર-2માં રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Antilia case: સચિન વાઝે પર ભરાયા પગલા, સસ્પેન્શન બાદ હવે પોલીસ સેવામાંથી બરતરફ
રાજન પર 70થી વધુ કેસ દાખલ
છોટા રાજન પર અપહરણ અને હત્યાના 70થી વધુ કેસ દાખલ છે. તેને મુંબઈના વરિષ્ઠ પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યામાં દોષી ઠેરવતા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ થોડા સમય પહેલા તેને હનીફ કડાવાલાની હત્યા કેસમાં વિશેષ સીબીઆઈ કોર્ટે છોડી દીધો હતો.
1993 મુંબઈ સીરિયલ બ્લાસ્ટમાં છે આરોપી
ઉલ્લેખનીય છે કે 61 વર્ષીય છોટા રાજન મુંબઈમાં 1993માં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે. રિપોર્ટ અનુસાર છોટા રાજનનું સાચુ નામ રાજેન્દ્ર નિકાલજે છે. વર્ષ 2015માં તેને ઈન્ડોનેશિયાના બાકીથી પ્રત્યાર્પણ બાદ ભારત લાવવામાં આવ્યો હતો અને ત્યારથી તે દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube