વેતન વધારાનાં વિરોધમાં મે મહિનાના અંતે બેંક કર્મચારીઓ કામકાજ ખોરવશે

બેંક કર્મચારીઓ દ્વારા 2 ટકા પગાર વધારા મુદ્દે અસંતોષ હોવાથી 30-31 મેએ બંધનું આહ્વાહન કરવામાં આવ્યું છે જેમાં 10 લાખ કર્મચારીઓ જોડાશે

વેતન વધારાનાં વિરોધમાં મે મહિનાના અંતે બેંક કર્મચારીઓ કામકાજ ખોરવશે

અમદાવાદ : મે મહિનાનાં આખરી દિવસોમાં બેંકોનું કામકાજ ખોરવાઇ શકે છે. 30 અને 31મી તારીખ દરમિયાન વિવિધ બેંક એસોસિએશન દ્વારા હડતાળનું આહ્વાહન કરવામાં આવ્યું છે. 10 લાખથી વધારે બેંક કર્મચારીઓ હડતાળમાં જોડાવાનાં છે. આ હડતાળનાં પગલે બેંકિંગનું સમગ્ર કામકાજ ખોરવાવાની શક્યતાઓ છે. બેંક કર્મચારીઓ દ્વારા 2 ટકાનાં વધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

પાંચમી મેના દિવસે આ મુદ્દે થયેલી બેઠકમાં ઈન્ડિયન બેંક એસોસિએશને વેતનમાં 2 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પાછલા વર્ષે પહેલી નવેમ્બર 2012થી 31 ઓક્ટોબર 2017 સુધી બેંક કર્મચારીઓને વેતનમાં 15 ટકાનો વધારો કરાયો હતો. એવામાં બેંક કર્મીઓ 2 ટકા વધારાના પ્રસ્તાવને મજાક ગણાવી રહ્યા છે. બેંક કર્મચારીઓ દ્વારા આ વધારાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેઓ આ વધારાથી સંતુષ્ટ નથી. 

કર્મચારીઓનું કહેવું છે કે બે ટકા વધારાનો કોઈ અર્થ નથી. બેંક કર્મચારીઓની માગ છે કે વેતન નિર્ધારણની પ્રક્રિયા જલ્દી પૂરી કરવામાં આવે. વેતન ભથ્થામાં ઉચિત વધારો કરવામાં આવે. તમામ ગ્રેડના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવે. અન્ય સેવા શરતોમાં પણ સુધારો કરવામાં આવે. આ માંગણીઓનાં મુદ્દે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ અને ઈન્ડિયન બેંક એસોસિએશન વચ્ચે બીજી મે 2018થી 12 નવેમ્બરે 2017 દરમિયાન 13 બેઠક થઈ હતી. છેલ્લે 5મી મેએ આ મુદે અંતિમ વાતચીત થઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news