1 એપ્રિલથી લાગૂ થશે Unified Pension Scheme, જાણો કયા કર્મચારીઓને મળશે 50% પેન્શનની ગેરંટી?
યુનિફાઇડ પેન્શન સ્કીમનો ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓ માટે ફિક્સ પેન્શન સિક્યોરિટી આપવાનો છે. આ યોજનાને નેશનલ પેન્શન સ્કીમ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેના પર સરકારી કર્મચારીઓને 60 ટકા પેન્શન ગેરંટી મળે છે.
Trending Photos
નવી દિલ્હીઃ પાછલા વર્ષે કેન્દ્ર સરકારે દેશમાં લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવી યુનિફાઇડ પેન્શન સ્કીમની જાહેરાત કરી હતી. જેને આગામી નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2025થી લાગૂ કરવામાં આવી રહી છે. આ પેન્શન યોજનાનો ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓ માટે એક ફિક્સ પેન્શન સિક્યોરિટી આપવાનો છે. આ યોજનાને નેશનલ પેન્શન સ્કીમ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે. બાદમાં વિસ્તાર થયા બાદ રાજ્ય સરકાર હેઠળ કામ કરતા કર્મચારીઓ માટે પણ લાગૂ કરી શકાય છે. મહત્વનું છે કે જો તમે એક કેન્દ્રીય કર્મચારી છો અને નેશનલ પેન્શન સ્કીમમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી રહ્યાં છો તો તમે UPS પસંદ કરી શકો છો.
કર્મચારીઓને મળે છે પેન્શનની ગેરંટી
આ યોજના હેઠળ, 25 વર્ષની સેવા પૂર્ણ કરનાર કર્મચારીઓને તેમના છેલ્લા 12 મહિનાના પગારના સરેરાશ 50 ટકા પેન્શન ગેરંટી મળે છે. તે જ સમયે, જો કોઈ કર્મચારી 10 વર્ષથી વધુ સેવા પૂર્ણ કરે છે, તો તેને પેન્શન તરીકે દર મહિને ઓછામાં ઓછા 10,000 રૂપિયા આપવામાં આવશે. આ સિવાય જો કોઈ કર્મચારીનું મૃત્યુ થાય છે તો તેના પરિવારને છેલ્લી પેન્શનની 60 ટકા રકમ પેન્શન તરીકે આપવામાં આવશે.
UPS શું છે અને તે કઈ રીતે કામ કરે છે?
વાસ્તવમાં, સરકારે જૂની પેન્શન યોજનાને બંધ કરીને વર્ષ 2004માં રાષ્ટ્રીય પેન્શન યોજના શરૂ કરી હતી. અગાઉ તે માત્ર સરકારી કર્મચારીઓ માટે હતું, પરંતુ વર્ષ 2009માં તે તમામ નાગરિકો માટે લાગુ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત હવે યુનિફાઇડ પેન્શન સ્કીમ શરૂ કરવામાં આવી રહી છે. યુપીએસમાં કર્મચારીઓના પગારમાંથી ચોક્કસ રકમ કાપવામાં આવે છે અને તેનું રોકાણ બજાર આધારિત રોકાણ યોજનામાં કરવામાં આવે છે. નિવૃત્તિ સમયે, 60 ટકા રકમ એકસાથે પ્રાપ્ત થાય છે, જ્યારે 40% રોકાણ કરવાની જરૂર છે, જે દર મહિને પેન્શનના રૂપમાં પ્રાપ્ત થાય છે.
તે જ સમયે, જૂની પેન્શન યોજના અને રાષ્ટ્રીય પેન્શન યોજના પર પેન્શન તરીકે કોઈ નિશ્ચિત રકમની ખાતરી આપવામાં આવતી નથી. આ યોજનાઓ હેઠળ આપવામાં આવતું પેન્શન સ્ટોક માર્કેટ અને અન્ય રોકાણોના પ્રદર્શન પર આધારિત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે