Corona ને લઈને કેન્દ્રએ ચેતવ્યા, રાજ્યો સ્થાનિક સ્તરે એકવાર ફરીથી લગાવી શકે છે પ્રતિબંધ! 

કોરોના વાયરસ મુદ્દે એકવાર ફરીથી કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે.

Corona ને લઈને કેન્દ્રએ ચેતવ્યા, રાજ્યો સ્થાનિક સ્તરે એકવાર ફરીથી લગાવી શકે છે પ્રતિબંધ! 

નવી દિલ્હી: કોરોના વાયરસ મુદ્દે એકવાર ફરીથી કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. પત્રમાં આવનાર તહેવારોની સીઝનને લઈને રાજ્યોને સાવધ કરવામાં આવ્યા છે. 

આ તહેવારોને લઈને કર્યા સતર્ક
આ પત્ર દ્વારા રાજ્યોને કહેવામાં આવ્યું છે કે આ તહેવારોમા ભીડ ભેગી થવા ન દો. રાજ્ય નજર રાખે અને કોવિડ-19 એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરાવે. પત્રમાં 19 ઓગસ્ટના રોજ મોહર્રમ, 21 ઓગસ્ટના રોજ ઓણમ, અને 30 ઓગસ્ટના જન્માષ્ટમી, 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી તથા 5થી 15 ઓક્ટોબર સુધી દુર્ગા પૂજાને લઈને સૂચનો આપવામાં આવ્યા છે. 

— ANI (@ANI) August 4, 2021

રાજ્યો પ્રતિબંધ લગાવી શકે છે
કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને કહેવાયું છે કે આ તહેવારોની સીઝનમાં મોટી ભીડ ભેગી થવાની સંભાવના છે. આથી રાજ્યો સ્થાનિક સ્તરે પ્રતિબંધો લગાવી શકે છે. જેથી કરીને ભીડ ભેગી ન થાય. વધતા કેસના આંકડા જોતા જરા અમથી ચૂક પણ સંક્રમણ ફેલાવવાનું મોટું કારણ બની શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news