'ગો કોરોના ગો' નારો આપનાર કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે કોવિડ પોઝિટિવ

કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-એ (RPI)ના પ્રમુખ રામદાસ અઠાવલેને કોરોના થયો છે. મંગળવારે રામદાસ અઠાવલેની ઓફિસે તેમના કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી છે. 

Updated By: Oct 27, 2020, 03:41 PM IST
'ગો કોરોના ગો' નારો આપનાર કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે કોવિડ પોઝિટિવ

મુંબઈઃ કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-એ (RPI)ના પ્રમુખ રામદાસ અઠાવલેને કોરોના થયો છે. મંગળવારે રામદાસ અઠાવલેની ઓફિસે તેમના કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ કરી છે. હાલમાં તેમને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના મહામારીની શરૂઆતમાં રામદાસ અઠાવલેએ 'ગો કોરોના ગો'નો નારો આપ્યો હતો. 

માર્ચ મહિનામાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે કોરોના વાયરસ પ્રત્યે જાગરૂત કરવા માટે કામ કરી રહેલા એક ગ્રુપની સાથે જાગરૂતતા અભિયાનમાં સામેલ થયા હતા. આ અભિયાન દરમિયાન તેમણે ગો કોરોના.. ગો કોરોના નારો લગાવીને કોરોના વાયરસને ભારતમાંથી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. 

મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં હવે કોઈ પણ ખરીદી શકશે જમીન 

એક દિવસ પહેલા પાયલ ઘોષને પાર્ટીમાં કરી સામેલ
ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષ સોમવારે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-એ (આરબીઆઈ)મા સામેલ થઈ હતી. તેમણે  મુંબઈમાં રામદાસ અઠાવલેની હાજરીમાં પાર્ટીનું સભ્ય પદ ગ્રહણ કર્યું હતું. જાણકારી પ્રમાણે પાયલને પાર્ટીની મહિલા વિંગની ઉપાધ્યક્ષ બનાવવામાં આવી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube