ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરનું પોટેંસી ટેસ્ટ કરાવશે CBI, શશિ સિંહના ઘરે મારી રેડ

ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. શુક્રવારે (27 એપ્રિલ)ના રોજ આરોપી ધારાસભ્યની કસ્ટડી રિમાંડ પુરા થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇ કોર્ટ પાસે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની યૌન ક્ષમતાની તપાસ માટે પરવાનગી માંગી શકે છે. તો બીજી તરફ આરોપી કુલદીપ સિંહ સેંગરની સહયોગી શશિ સિંહના ઘરે સીબીઆઇની છ સભ્યોની ટીમે તપાસ કરી.
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરનું પોટેંસી ટેસ્ટ કરાવશે CBI, શશિ સિંહના ઘરે મારી રેડ

નવી દિલ્હી: ઉન્નાવ ગેંગરેપ કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. શુક્રવારે (27 એપ્રિલ)ના રોજ આરોપી ધારાસભ્યની કસ્ટડી રિમાંડ પુરા થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇ કોર્ટ પાસે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની યૌન ક્ષમતાની તપાસ માટે પરવાનગી માંગી શકે છે. તો બીજી તરફ આરોપી કુલદીપ સિંહ સેંગરની સહયોગી શશિ સિંહના ઘરે સીબીઆઇની છ સભ્યોની ટીમે તપાસ કરી.

CBI એ વિશેષજ્ઞો સાથે કર્યો સંપર્ક
સીબીઆઇ કેસની તપાસ માટે દરરોજ પૂછપરછ કરી રહી છે. મળતી માહિતી અનુસાર સીબીઆઇની એક ટીમે ગુરૂવારે (26 એપ્રિલ)ના રોજ આરોપી ધારાસભ્ય કુલદિપ સિંહ સેંગરનો પોટેંસી ટેસ્ટ કરાવવા માટે કેટલાક વિશેષજ્ઞોનો સંપર્ક કર્યો છે.

કોર્ટમાંથી લેવી પડશે પરવાનગી
મળતી માહિતી અનુસાર, યૌન ક્ષમતાની તપાસ માટે સીબીઆઇએ કોર્ટ પાસેથી પરવાનગી લેવી પડશે. ધારાસભ્ય કુલદીપ સેંગરની સીબીઆઇ રિમાંડ શુક્રવારે (27 એપ્રિલ)ના રોજ પુરી થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇ આરોપી ધારાસભ્યનો પોટેંસી ટેસ્ટ કરાવવા માટે કોર્ટની પરવાનગી લઇ શકે છે.

સીબીઆઇએ વધાર્યા શશિ સિંહના રિમાંડ
તો બીજી તરફ ગેંગરેપના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની સહયોગી શશિ સિંહની પોક્સો કોર્ટે રિમાંડ વધાર્યા છે. સીબીઆઇ કોર્ટને અપીલ કરી હતી આરોપી શશિ સિંહના સીબીઆઇ રિમાંડ વધારવામાં આવે. જાણકારી અનુસાર (27 એપ્રિલ)ના સાંજે 6 વાગ્યા સુધી શશિ સિંહ સીબીઆઇના રિમાંડ પર રહેશે. 

કારની થશે ફોરેંસિક તપાસ
કેસમાં આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની સહયોગી શશિ સિંહના ઘરે સીબીઆઇની છ સભ્યોની ટીમની તપાસ કરી રહી છે અને તેમના આવાસની બહાર ગાડીને સીઝ કરી દેવામાં આવી છે. જાણકારી અનુસાર આ કારમાંથી પીડિતાને ગેંગરેપને આરોપિત લઇ ગયા હતા. સીબીઆઇ આ ગાડીને ફોરેંસિક તપાસ કરાવશે. ગાડીને માખી સ્થિત પોલીસ મથકમાં કબજામાં આપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news