પ્રતાપગઢમાં ભયંકર અકસ્માત, બોલેરો કાર ટ્રકમાં ઘૂસી જતા 6 બાળકો સહિત 14 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના પ્રતાપગઢ (Pratapgarh) માં મોડી રાતે ભયંકર રોડ અકસ્માત (Accident) સર્જાતા 6 બાળકો સહિત 14 લોકોના દર્દનાક મોત થયા છે. આ મામલો માનિકપુર પોલીસ સ્ટેશનના દેશરાજ ઈનારાનો છે જ્યાં જાનમાંથી પાછી ફરી રહેલી  બોલેરો ગાડી બેકાબૂ થતા રોડ પર ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ. જેમાં 14 જાનૈયાઓએ જીવ ગુમાવ્યો. ડ્રાઈવરને ઝોકું આવી જતા આ અકસ્માત થયો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. 
પ્રતાપગઢમાં ભયંકર અકસ્માત, બોલેરો કાર ટ્રકમાં ઘૂસી જતા 6 બાળકો સહિત 14 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના પ્રતાપગઢ (Pratapgarh) માં મોડી રાતે ભયંકર રોડ અકસ્માત (Accident) સર્જાતા 6 બાળકો સહિત 14 લોકોના દર્દનાક મોત થયા છે. આ મામલો માનિકપુર પોલીસ સ્ટેશનના દેશરાજ ઈનારાનો છે જ્યાં જાનમાંથી પાછી ફરી રહેલી  બોલેરો ગાડી બેકાબૂ થતા રોડ પર ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ. જેમાં 14 જાનૈયાઓએ જીવ ગુમાવ્યો. ડ્રાઈવરને ઝોકું આવી જતા આ અકસ્માત થયો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. 

તમામ જાનૈયા શેખપુર ગામના લગ્ન સમારોહમાં સામેલ થઈને પાછા ફરી રહ્યા હતા. આ અક્સમાતનો ભોગ બનેલા 14 લોકોમાંથી 6 બાળકો છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બોલેરો ગાડીને ગેસ કટરથી કાપીને તમામ 14 લોકોના મૃતદેહો બહાર કાઢ્યા. પોલીસને રેસ્ક્યુ કરવામાં લગભગ 2 કલાકનો સમય લાગ્યો. 

તમામ મૃતદેહોને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. મળતી માહિતી મુજબ 12 જાનૈયા કુંડા કોતવાલીના જિગરાપુર ચૌસા ગામના રહીશ છે. જ્યારે બોલેરો ચાલક સહિત બે લોકો કુંડા વિસ્તારના અન્ય ગામના રહિશ હોવાનું કહેવાય છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news

Powered by Tomorrow.io