આદિત્યનાથની હેલ્પલાઇન ઓફીસમાં યુવતીઓને કરાઇ કેદ: ટોર્ચરનાં કારણે બેહોશ

જે યુવતીઓ સમગ્ર ઉત્તરપ્રદેશની સમસ્યાઓનું નિવારણ લાવે છે તેમને જ 4 મહિનાથી પગાર નથી મળ્યો અને તેનું નિવારણ લાવનાર પણ કોઇ નથી

આદિત્યનાથની હેલ્પલાઇન ઓફીસમાં યુવતીઓને કરાઇ કેદ: ટોર્ચરનાં કારણે બેહોશ

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હેલ્પલાઇન પર લોકો પોતાની સમસ્યાનાં ઉકેલ માટે કોલ કરે છે. જો કે હેલ્પલાઇન ઓફીસમાં કામ કરતી યુવતીઓને ટોર્ચર કરવામાં આવતી હોવાનો કિસ્સા સામે આવ્યો છે. આરોપ છે કે મહિલા કર્મચારીઓને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી. જ્યાં તેમને એટલી ટોર્ચર કરવામાં આવી કે કેટલીક કર્મચારી યુવતીઓ બેહોશ થઇ ગઇ હતી. ચાર મહિનાથી તેમને પગાર ચુકવવામાં આવતા મહિલા કર્મચારીઓ વિરોધ કરી રહી હતી. જેનાં કારણે ઓફીસનાં અધિકારીઓએ તેને રૂમમાં પુરી દીધી હતી.

યુપીનાં ગોમતીનગર વિભૂતીખંડમાં સાઇબર હાઇટમાં સીએમ હેલ્પલાઇન સંચાલિત કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર પગાર નહી મળવાનાં કારણે વિરોધ કરી રહેલી આશરે 20 યુવતીઓને શુક્રવારે સવારે એક રૂમમાં પુરી દેવામાં આવી હતી. યુવતીઓએ આરોપ લગાવ્યો કે તેમનાં ટ્રેનડર અને સુપરવાઇઝર અનુરાગ તથા આશુતોષ તેમને પરાણે સફેદ કાગળ પર સાઇન કરાવી લીધી હતી. તેમને અપશબ્દો પણ કહ્યા અને અયોગ્ય વર્તન પણ કર્યું હતું.

યુવતીઓએ આરોપ લગાવ્યો કે આ દરમિયાન કેટલીક યુવતીઓ સાથે અભદ્રતા કરવામાં આવી. દુપટ્ટાથી ગળુ દબાવવામાં આવ્યું. ટોર્ચરનાં કારણે કેટલીક યુવતીઓ બેહોશ થઇ ગઇ હતી. યુવતીએ બેહોશ થતા જ હોબાળો થયો હતો. અફવા ઉડી કે કર્મચારીઓએ ઝેર ખાઇ લીધું. તાત્કાલીક તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પોલીસને માહિતી મળ્યા બાદ પોલીસ આવી તો કર્મચારીઓએ તેની સાથે પણ ઘર્ષણ કર્યું હતું. જેનાં પગલે એસપીએ પોતે હસ્તક્ષેપ કરીને સમગ્ર મુદ્દે તપાસનું આશ્વાસ આપ્યું હતું. હેલ્પલાઇનનાં અધિકારીઓએ ટોર્ચરની વાતને ફગાવી હતી. જો કે તેમણે કંપનીની આંતરિક તપાસ માટેનું આશ્વાસન આપ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news