અમેરિકી વિદેશ મંત્રી antony blinken ભારત પહોંચ્યા, પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી સાથે કરશે મુલાકાત

બુધવારે બ્લિંકન વિદેશ મંત્રી એસ જયશંકરની સાથે ચર્ચા કરશે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરશે. 

Updated By: Jul 27, 2021, 11:43 PM IST
અમેરિકી વિદેશ મંત્રી antony blinken ભારત પહોંચ્યા, પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી સાથે કરશે મુલાકાત

નવી દિલ્હીઃ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન બે દિવસીય ભારતની યાત્રા પર મંગળવારે અહીં પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય  સંબંધોને મજબૂત કરવા તથા અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાય રહેલી સુરક્ષાની સ્થિતિ પર વિમર્શ અને ક્વાડ તંત્ર હેઠળ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગને વિસ્તારિત કરવા જેવા વિષયો પર ચર્ચા કરશે. 

બુધવારે બ્લિંકન વિદેશ મંત્રી એસ જયશંકરની સાથે ચર્ચા કરશે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરશે. બે દેશોના પોતાના પ્રવાસ હેઠળ કુવૈત રવાના થતા પહેલા તેઓ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત પણ કરવાના છે. ભારત રવાના થતા પહેલા બ્લિંકને કહ્યુ કે તેઓ હિન્દ-પ્રશાંત તથા પશ્ચિમ એશિયામાં પોતાના સંયુક્ત હિતોને ધ્યાનમાં રાખી સહયોગને વધુ વિસ્તારિત કરવા માટે અમેરિકાના ભાગીદારો સાથે ચર્ચા કરવા ઉત્સુક છે. 

આ પણ વાંચોઃ Karnataka: પિતા બાદ હવે પુત્ર સંભાળશે કર્ણાટકની કમાન, જાણો કોણ છે બસવરાજ બોમ્મઈ

તેમણે ટ્વીટ કર્યુ- નવી દિલ્હી અને કુવૈત સિટીની પોતાની યાત્રા પર રવાના થઈ રહ્યો છે. હિન્દ-પ્રશાંત તથા પશ્ચિમ એશિયામાં પોતાના સંયુક્ત હિતોને ધ્યાનમાં રાખી સહયોગને વધુ વિસ્તારિત કરવા માટે અમેરિકાના ભાગીદારોની સાથે ચર્ચા કરવા ઉત્સુક છું. અમેરિકી વિદેશ મંત્રીના રૂપમાં કાર્યભાર સંભાળ્યા બાદ બ્લિંકનની આ પ્રથમ અને જાન્યુઆરીમાં બાઇડેનની સત્તા આવ્યા બાદ તેમના કોઈ ઉચ્ચસ્તરીય અધિકારીની ત્રીજી ભારત યાત્રા છે. 

તેમની પહેલા માર્ચમાં અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન તથા એપ્રિલમાં જળવાયુ પરિવર્તન પર અમેરિકાના વિશેષ પ્રતિનિધિ જોન કેરીએ ભારતની યાત્રા કરી હતી. અમેરિકી વિદેશ મંત્રી ભારત યાત્રાના એજન્ડાની જાણકારી રાખનાર લોકોનું કહેવુ છે કે આ દરમિયાન દ્વિપક્ષીય સંબોધોને વધુ મજબૂત કરવા તથા અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાય રહેલી સુરક્ષાની સ્થિતિ પર વિમર્શ અને ક્વાડ તંત્ર હેઠળ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગને વિસ્તારિત કરવા જેવા વિષયો પર ઉંડાણથી ચર્ચા થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube