)
ઉત્તર પ્રદેશના અલીગઢના સાસુ જમાઈની લવ સ્ટોરીએ માત્ર વિસ્તારમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચકચાર જગાવી છે. જે સંબંધ સમાજમાં અત્યંત પવિત્ર ગણાય તે હવે પ્રેમને કારણે ચર્ચાના ચકડોળે ચડ્યો છે. હાલ બંનેની પોલીસ પૂછપરછ ચાલુ છે. એકપછી એક એવા રહસ્યો ખુલી રહ્યા છે કે જાણીને વિશ્વાસ કરવો મુશ્કેલ બને. આ કહાની માત્ર પ્રેમ પ્રસંગની નથી પરંતુ એક મહિલાના તૂટેલા લગ્ન, પુત્રીના શક અને સમાજની કડવી વાસ્તવિકતા છે.
મારી પુત્રી જ બધાનું મૂળ-સાસુનો ખુલાસો
સાસુએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે તેણે જ તેની પુત્રી શિવાનીના લગ્ન રાહુલ સાથે નક્કી કર્યા હતા. પરંતુ તે જ પુત્રી તેના પર શક કરવા લાગી. જ્યારે પણ તે રાહુલ સાથે વાત કરતી તો શિવાની તેને અપશબ્દો બોલતી અને વાતવાત પર ટોકતી હતી. સાસુએ કહ્યું કે શરૂઆતમાં રાહુલ સાથે તેને કોઈ એવો સંબંધ નહતો. તે ફક્ત તેના મનની વાતો શેર કરતી હતી કારણ કે ઘરમાં તેને સાંભળનારું કોઈ નહતું. પરંતુ પુત્રી અને પતિએ ખોટું સમજી લીધુ અને અવારનવાર તેના પર આરોપ લગાવવા લાગ્યા.
પતિએ કહ્યું- રાહુલ સાથે ભાગી જા...ત્યાંથી બદલાઈ કહાની
મહિલાના જણાવ્યાં મુજબ તેનો પતિ જિતેન્દ્ર દારૂ પીને રોજ તેની સાથે ઝઘડતો હતો. વારંવાર રાહુલ સાથે અનૈતિક સંબંધોનો આરોપ લગાવતો હતો. તેણે એટલે સુધી કહી દીધુ કે જા રાહુલ સાથે ભાગી જા. આ વાત જ્યારે રાહુલને જણાવી તો બંનેએ એક સાથે રહેવાનું નક્કી કરી લીધુ અને ભાગી ગયા. પહેલા કાસગંજ, પછી બિહારના મુઝફ્ફરપુર પહોંચ્યા. ત્યાંથી નેપાળ બોર્ડર સુધી પહોંચી ગયા. પરંતુ જ્યારે પોલીસનું દબાણ વધ્યું તો બંનએ પોતે જ દાદૌ પોલીસ મથક પહોંચીને સરન્ડર કરી દીધુ.
"મને 1500 રુપિયા આપતો, એનો પણ હિસાબ માંગતો....." જમાઈ સાથે ભાગેલી સાસુ પકડાઈ, જુઓ શું કહ્યું#viralvideo #aligarh #trendingvideo #uttarpradesh pic.twitter.com/kJZQGRYGot
— Zee 24 Kalak (@Zee24Kalak) April 17, 2025
જમાઈ શું બોલ્યા
રાહુલે પોલીસને જણાવ્યું છે કે તેણે કોઈ ખોટું કામ કર્યું નથી. મહિલાને તેના ઘરમાં હેરાન કરવામાં આવતી હતી. તે ફક્ત તેનો સહારો બન્યો છે. રાહુલે કહ્યું કે જો તે ઈચ્છે તો તેની સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર છે. પરંતુ શરત એ કે તેની મંજૂરી હોય.
જ્યારે પોલીસે સાસુને પૂછ્યું કે ડિવોર્સ વગર તમે લગ્ન કેવી રીતે કરશો તો તેણે જવાબ આપ્યો કે જો લગ્ન ન પણ થાય તો પણ હું રાહુ સાથે એ જ રીતે રહીશ. મારે બસ હવે તેની સાથે રહેવું છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ સાસુ અને ભાવિ જમાઈની પૂછપરછ ચાલુ છે. તેમના દ્વારા દાગીના અને કેશ લઈને ભાગ્યા હોવાનો આરોપ તેમણે ફગાવી દીધો છે. સાસુનું કહેવું છે કે તે ફક્ત મોબાઈલ અને 200 રૂપિયા લઈને ઘરેથી નીકળી હતી.