CM Mass Marriage Scheme: હવે સરકાર કરાવશે તમારી વ્હાલીસોયી દીકરીના લગ્ન, મળશે 1 લાખ રૂપિયાની ભેટ

UP CM Mass Marriage Scheme: મા બાપ માટે સંતાનના લગ્ન કરવા એ એક મોટુ કાર્ય બનતું હોય છે. એમાં પણ જ્યારે આર્થિક ભીંસ હોય તો લગ્નનું કામ વધુ અઘરું બને છે. પરંતુ હવે સરકાર માતા પિતાની વ્હારે આવશે. આ રાજ્યમાં સરકારે મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ વધારીને 1 લાખ રૂપિયા કરી દીધુ છે. 

CM Mass Marriage Scheme: હવે સરકાર કરાવશે તમારી વ્હાલીસોયી દીકરીના લગ્ન, મળશે 1 લાખ રૂપિયાની ભેટ

UP Chief Minister Mass Marriage Scheme: ઉત્તર પ્રદેશમાં દીકરીઓના લગ્ન કરવા એ  હવે વધુ સન્માનજનક અને સરળ થવા જઈ રહ્યું છે. યોગી સરકારે મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ હવે લગભગ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરી નાખ્યું છે. આ પગલું સામાજિક સશક્તિકરણ અને ગરીબ પરિવારોને મદદ કરવાની દિશામાં એક મોટી પહેલ ગણાઈ રહી છે. 

હવે 51,000 નહી પરંતુ એક લાખ
અત્યાર સુધી આ યોજના હેઠળ પ્રતિ વિવાહ ₹51,000 ની જોગવાઈ હતી પરંતુ હવે તે વધારીને એક લાખ રૂપિયા કરી દેવાઈ છે. જેમાં 60,000 રૂપિયાની રકમ સીધી દીકરીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાશે જ્યારે 25,000 રૂપિયા ઉપહાર સામગ્રી અને 15,000 રૂપયા વિવાહ આયોજન ખર્ચમાં અપાશે. 

સરકાર દ્વારા અપાનારી ભેટ સાગગ્રીની સૂચિ પણ પહેલા કરતા વધુ આકર્ષક અને ઉપયોગી કરાઈ છે. જેમ કે દુલ્હન માટે 5 સાડી બ્લાઈઝ, લહેંગા, ચૂંદડી અને અન્ય વસ્ત્ર, દુલ્હેરાજા માટે પેન્ટ-શર્ટનું કપડું, ગમછો વગેરે, દુલ્હન માટે પાયલ, વિંછિયા, બિસ્તર સેટ, ડ્રાયફ્રૂટ, મિઠાઈ, ટ્રોલી બેગ વગેરે. 

ગોન્ડા જિલ્લાને મળ્યું 722 લગ્નનું લક્ષ્ય
આ વખતે ગોન્ડા જિલ્લાને 722 લગ્નનું લક્ષ્યાંક મળ્યું છે. સમાજ કલ્યાણ અધિકારી એસપી સિંહ મુજબ નગર પાલિકાઓ અને બ્લોકોમાં શુભ મુહૂર્ત મુજબ વિવાહ કાર્યક્રમ સંપન્ન કરાશે. 

કેવી રીતે કરવી અરજી, ક્યાં મળશે લાભ

આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક પરિવાર
- સમાજ કલ્યાણ વિભાગના કાર્યાલય કે સંબંધિત બ્લોક કાર્યાલયમાં જઈને અરજી કરી શકો છો. 

કોને મળશે પ્રાથમિકતા, જાણો નિયમ
મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના હેઠળ ....

- છોકરીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને છોકરાની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. 
- યોજનામાં નિરાશ્રિત કન્યા, વિધવા મહિલાની પુત્રી, દિવ્યાંગજનની પુત્રીને પ્રાથમિકતા અપાય છે. 
- વિધવા તથા દિવ્યાંગ વિવાહાર્થીઓને પણ યોજનામાં મહત્વ અપાય છે. 

આ યોજના ફક્ત લગ્ન નથી, સન્માન છે
સરકારની આ યોજના ફક્ત આર્થિક મદદ નથી પરંતુ એવા પરિવારો માટે આશા અને સન્માનનું પ્રતિક બની છે જે સામાજિક કારણો અને આર્થિક તંગીના પગલે વિવાહ કરવામાં મુશ્કેલી અનુભવે છે. હવે દરેક દીકરીના લગ્ન ફક્ત સંસ્કાર નહીં પરંતુ સરકારી સહાયનું ઉદાહરણ પણ બનશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news