સુહાગરાતે જ અચાનક લોહીલૂહાણ થઈ ગયો પતિ, તડપી તડપીને થયું મોત, કારણ ચોંકાવનારું

લગ્ન પ્રસંગનો માહોલને એવું તે ગ્રહણ લાગી ગયું. ખુશીઓનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો. સુહાગરાત પર એવું તે શું થયું...જાણો વિગતો. 

સુહાગરાતે જ અચાનક લોહીલૂહાણ થઈ ગયો પતિ, તડપી તડપીને થયું મોત, કારણ ચોંકાવનારું

મેરઠના ઘરમાં ખુશીઓનો માહોલ હતો. યુવકના ધૂમધામથી લગ્ન થયા હતા. દુલ્હન પણ ખુશખુશાલ થઈને ઘરે આવી હતી. પરંતુ અચાનક ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો. જ્યારે સુહાગરાત પર દુલ્હેરાજા લોહીલુહાણ થઈ ગયા. પરિવારજનોને જ્યારે આ વાતની જાણ થઈ તો તાબડતોબ દુલ્હેરાજાને હોસ્પિટલ લઈ જવાયો. હોસ્પિટલમાં 6 દિવસ સુધી દુલ્હેરાજાની સારવાર ચાલી. પરંતુ જીવ બચી શક્યો નહીં. લગ્નના માત્ર 6 દિવસ વિત્યા હતા અને દુલ્હન વિધવા થઈ ગઈ. તેના હાથની મહેંદી પણ હજુ ગઈ નહતી અને દુલ્હેરાજાનું મોત થઈ ગયું. પરિવારમાં કોહરામ મચી ગયો છે. દુલ્હન તો રડી  રડીને અડધી થઈ ગઈ છે. પળભરમા ખુશીનો માહોલ માતમમાં છવાઈ ગયો. 

શું છે મામલો
મળતી માહિતી મુજબ દુલ્હેરાજાનું નામ અમિતકુમાર હતું. તે શાહજહાંપુરનો હતો અને નર્સરીમાં કામ કરતો હતો. સાત માર્ચના રોજ હાપુડના ગઢમુક્તેશ્વરમાં તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ અમિત દુલ્હનને ઘરે લાવ્યો અને ત્યાં દુલ્હનનું જોરદાર સ્વાગત થયું. સુહાગરાત પર તે બાથરૂમમાં ગયો. દુલ્હન બેડ પર દુલ્હેરાજાની રાહ જોતી હતી. અચાનક દુલ્હેરાજાની બૂમો સંભળાઈ. ચીસો સાંભલીને પરિવારના અન્ય સભ્યો પણ ત્યાં પહોંચ્યા તો જોયું કે દુલ્હેરાજા જમીન પર પડ્યા હતા. એવું કહેવાય છે કે સીડી ચડતી વખતે અમિતનો પગ લપસી ગયો. જેના કારણે તેનું સંતુલન બગડ્યું અને તે નીચે પડી ગયો. જેનાથી અમિતનું માથું સીડીમાં અથડાયું અને તે લોહીલૂહાણ થઈ ગયો. 

કેવી રીતે થયું દુલ્હેરાજાનું મોત
જ્યારે તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો તો માથામાં ઈજા થવાના કારણે અમિતનું લોહી ખુબ વહી ગયું હતું. દિન પ્રતિ દિન અમિતની સ્થિતિ બગડી રહી હતી. જેને જોતા તેને દિલ્હી એમ્સમાં રેફર કરાયો હતો. ગુરુવારે સાંજે અમિતે દમ તોડ્યો. મોડી સાંજે જ્યારે અમિતનો મૃતદેહ ઘરે પહોંચ્યો તો પરિવારમાં કોહરામ મચી ગયો. ડોક્ટરનું કહેવું હતું કે લોહી વધુ વહી જવાથી અમિતનો જીવ ગયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news