20 ધારાસભ્યનું સભ્યપદ રદ થવાને મામલે સુપ્રીમ કોર્ટમાં જશે આપઃ ગોપાલ રાય

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશું. તેમણે કહ્યું કે આ મામલે રાષ્ટ્રપતિ પાસે ન્યાયની આશા હતી.  

 

 20 ધારાસભ્યનું સભ્યપદ રદ થવાને મામલે સુપ્રીમ કોર્ટમાં જશે આપઃ ગોપાલ રાય

નવી દિલ્હીઃ લાભના પદ મામલામાં દિલ્હીના 20 ધારાસભ્યોનું સભ્ય પદ રદ થતા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા તથા દિલ્હી સરકારમાં મંત્રી ગોપાલ રાયે કહ્યું કે અમે આ નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશું. આ મામલે અમને રાષ્ટ્રપતિ પાસેથી ન્યાયની આશા હતી. પાર્ટીએ રાષ્ટ્રપતિ પાસે મુલાકાત માટે સમય પણ લીધો હતો. તેમણે આરોપ લગાવ્યો કે રાષ્ટ્રપતિએ તેમની વાત સાંભળવાનો મોકો ન આપ્યો. 

કાયદા મંત્રાલયનું નોટોફિકેશન 

લાભના પદ મામલે આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને રાષ્ટ્રપતિએ ગેરલાયક ઠેરવી દીધા છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે આ ધારાસભ્યોની અયોગ્યતાનું નોટિફિકેશન જારી કરી ધીધું છે. તમને જણાવી દઈએ કે લાભના પદના મામલે ચૂંટણીપંચે 20 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી. જેને રાષ્ટ્રપતિએ પોતાની મંજુરી આપી દીધી છે. 

કેમ રદ થઈ સદસ્યતા 

લાભના પદ મામલામાં રવિવારે કેન્દ્રીય કાયદા મંત્રાલયે આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોનું સભ્ય પદ રદ થવાનું નોટિફિકેશન જારી કરી દીધું છે. ચૂંટણીપંચે રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી કે આપના 21 ધારાસભ્યોએ 13 માર્ચ 2015 થી 8 સપ્ટેબર 2016 સુધી લાભનું પદ રાખ્યું હતું. આપ પાર્ટીએ પોતાના 21 ધારાસભ્યોને વિભિન્ન મંત્રાલયોમાં સંસદીય સચિવ નિયુક્ત કર્યા હતા. આ 21માંથી એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. તેથી ચૂંટણીપંચનો નિર્ણય 20 ધારાસભ્યો પર લાગુ પડે છે.  

સરકાર પર તત્કાલ કોઈ આફત નહીં 

આ ઘટનાક્રમથી દિલ્હીની આપ સરકારને અત્યારે કોઈ ખતરો નથી. કારણ કે, 70 સભ્યોવાળી વિધાનસભામાં 66 ધારાસભ્યો આપના છે. તેમ છતાં ભાજપ અને કોંગ્રેસે નૈતિકતાના આધારે મુખ્યપ્રધાન કેજરીવાલનના રાજીનામાંની માંગ કરી છે. ચૂંટણીપંચની ભલામણ પર પ્રતિક્રિયા આપતા આપે કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર વડાપ્રધાનના ઈશારે તેની સરકારને અસ્થિર કરવાનો પ્રયત્ન કરે છે. ચૂંટણીપંચની ભલામણને પડકાર આપતા 7 ધારાસભ્યો દિલ્હી હાઈકોર્ટમાં ગયા હતા પરંતુ જજ રેખા પલ્લીની ખંડપીઠે તેની અરજી પર હાલ કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news