)
Vice President Election 2025 Voting: જગદીપ ધનખડના રાજીનામા બાદ દેશમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને ઈન્ડિયા બ્લોકના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે અને બંનેમાંથી કોઈ એક ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે. મતદાન સાંજે 5 કલાક સુધી ચાલશે અને સાંજે 6 કલાકે મતગણતરી શરૂ થશે. આ ક્રમમાં આવો જાણીએ ભારત, અમેરિકા કે પછી ચીન કયા દેશના ઉપરાષ્ટ્રપતિ પાસે કેટલો પાવર હોય છે?
ભારતના ઉપરાષ્ટ્રપતિ
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ બંધારણમાં બીજુ સૌથી મોટું પદ ધરાવે છે અને રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. તેઓ ઉપલા ગૃહની કાર્યવાહી સરળ બનાવવા, નિયમોની વ્યાખ્યા કરવા અને સભ્યોના અવિશ્વાસ જેવા મામલામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, એટલે કે તેમના નિર્ણય સંસદમાં બાધ્યકારી હોય છે. આવી સ્થિતિમાં સંસદીય રૂપથી તેમની સ્થિતિ મહત્વપૂર્ણ છે, પરંતુ કાર્યકારી સત્તાઓ પ્રધાનમંત્રી અને મંત્રીમંડળના હાથમાં કેન્દ્રિત હોય છે.
ભારતમાં, ઉપરાષ્ટ્રપતિ વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિ અને જાહેર સંસ્થાઓના અધ્યક્ષ જેવા ઔપચારિક હોદ્દા પણ ધરાવે છે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનો પાવર
અમેરિકામાં, ઉપરાષ્ટ્રપતિનું મુખ્ય કામ તેમની સંસદમાં ટાઈ વોટ નક્કી કરવાનું અને સેનેટના પ્રમુખ બનવાનું છે. આ ઉપરાંત, બંને ગૃહો દ્વારા રાષ્ટ્રપતિને દૂર કરવામાં આવે અથવા તેમના મૃત્યુ/અપંગતાના કિસ્સામાં તેઓ રાષ્ટ્રપતિનું સ્થાન લઈ શકે છે.
આ સિવાય અમેરિકામાં કેટલીક ઔપચારિક ભૂમિકાઓ પણ હોય છે, જેમ કે કેબિનેટની બેઠકોમાં સહયોગ, રાષ્ટ્રપતિ માટે સલાહ આપવી અને વિદેશોમાં રાષ્ટ્રપતિનું પ્રતિનિધિત્વ પણ આ પદને થોડું પ્રભાવશાળી બનાવે છે. પરંતુ તેમની શક્તિઓ સીમિત છે, પરંતુ નિર્ણય લેવાની ક્ષમતાઓ અને બંધારણીય ઉત્તરાધિકારી હોવાની સ્થિતિ તેમને આ મોર્ચે મજબૂત બનાવે છે.
ચીનમાં ઉપરાષ્ટ્રપતિની તાકાત
ચીનમાં ઉપરાષ્ટ્રપતિનું પદ પ્રતીકાત્મક છે, ત્યાંના બંધારણમાં તે કહેવામાં આવ્યું કે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની સહાયતા કરે છે અને રાષ્ટ્રપતિ દ્વારા સોંપવામાં આવેકા કેટલાક કાર્યો કરે છે. જો રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય છે તો ઉપરાષ્ટ્રપતિ તે પદ પર આસીન થઈ જાય છે.
હકીકતમાં મોટા ભાગના મામલામાં તેઓ ઔપચારિક રહી જાય છે, જેમ કે દૂર દેશોમાં કાર્યક્રમોનું પ્રતિનિધિત્વ કરવું, વિદેશી મહેમાનોનું સ્વાગત વગેરે. હકીકતમાં ચીનમાં ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિ રાજકીય નિર્ણયો એટલે કે નીતિ નિર્માણમાં ન બરાબર હોય છે.