VIDEO : અંતરિક્ષમાં વૈજ્ઞાનિકોની 7 કલાકથી વધુ Spacewalk
આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન સાથે જોડાયેલા અંતરિક્ષયાન સોયુઝ MS-09માં કેટલીક ટેક્નીકલ ખામી સર્જાઈ હતી. પહેલા તેમાંથી લીકેજ થયું હતું અને ત્યાર બાદ તેમાં મોટું છીદ્ર બની ગયું હતું

નવી દિલ્હીઃ આ ધરતીનાં રહસ્યોને જાણવા માટે આપણા વૈજ્ઞાનિકો પૃથ્વીથી લાખો કિમીટર દૂર આકાશમાં નવાં-નવાં સંશોધનો કરતા રહે છે. આ દરમિયાન તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તાજેતરમાંજ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) સાથે જોડાયેલા એક અંતરિક્ષયાન સોયુઝ MS-09માં કેટલીક ટેક્નીકલ ખામી સર્જાઈ હતી. પહેલા તેમાં લીકેજ થયું હતું અને ત્યાર બાદ તેમાં મોટું છીદ્ર પડી ગયું હતું.
રશિયાના બે અંતરિક્ષયાત્રી ઓલેગ કોનોશેન્કો અને સર્ગેઈ પ્રોકેપ્યેવે મંગળવારે સવારે લગભગ 11 કલાકે અંતરિક્ષ સ્ટેશનમાંથી બહાર આવ્યા હતા અને અંતરિક્ષમાં ચાલીને તો ક્યારેક બોલની જેમ ઉછળીને એ સ્થળે પહોંચ્યા હતા જ્યાં અંતરિક્ષયાનમાં છીદ્ર પડી ગયું હતું. અંતરિક્ષ સ્ટેશનમાંથી બહાર આવીને અંતરિક્ષમાં ચાલવાની ક્રિયાને 'સ્પેસવોક' કહે છે.
Spacewalker Oleg Kononenko is outside the Soyuz orbital module preparing to begin inspection work as the Earth passes below. #AskNASA | https://t.co/yuOTrYN8CV pic.twitter.com/3lHYyAefp0
— Intl. Space Station (@Space_Station) December 11, 2018
સ્પેસવોક એમ જ કરવામાં આવતી નથી. તેના માટે કેટલીક પૂર્વતૈયારીની જરૂર હોય છે. જ્યારે સંપૂર્ણ રણનીતિ તૈયાર થઈ જાય ત્યાર બાદ અંતરિક્ષ સ્ટેશનમાં કાર્ય કરતા અંતરિક્ષયાત્રીઓ અંતરિક્ષયાનની બહાર નિકળતા હોય છે. ધરતી પર બેસેલે નાસાના વૈજ્ઞાનિકો આ સમગ્ર સ્પેસવોક ઉપર નજર રાખતા હોય છે અને સાથે જ અંતરિક્ષયાત્રીઓને દિશા નિર્દેશ પણ આપતા રહેતા હોય છે.
7.45 કલાક ચાલી સ્પેસવોક
નાસા દ્વારા મંગળવારે થયેલી સ્પેસવોકનો પણ લાઈવ ટેલિકાસ્ટ કરાયો છે, જેને લાખો લોકોએ જોઈ હતી. નાસાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સ્પેસવોકનો વીડિયો તથા ફોટો પણ શેર કર્યા છે. રશિયન ફેડરલ સ્પેસ એજન્સી રોસકોસમોસ (Roscosmos) અનુસાર આ સ્પેસવોક 7 કલાક 45 મિનિટ સુધી ચાલી હતી. સ્પેસવોક સવારે 10.59 કલાકે શરૂ થઈ હતી અને સાંજે 6.44 કલાકે પુરી થઈ હતી.
રશિયન અંતરિક્ષયાત્રી ઓલેક કોનોશેંકોની આ ચોથી જ્યારે સર્ગેઈ પ્રોકોપ્યેવની બીજી સ્પેસવોક છે. ગત 29 ઓગસ્ટના રોજ પણ અંતરિક્ષ સ્ટેશનમાં પ્રેશર લીક થયાનો અનુભવ થયો હતો. ત્યાર બાદ જાણવા મળ્યું કે સમસ્યા સોયુઝમાં છે. લીકેજને શોધ્યાના કેટલાક કલાકમાં એક્સેપેન્ડિશન 56ના ક્રૂએ છીદ્રને સીલ કરી દીધું હતું અને સ્ટેશન પર ત્યારેથી સ્થિર દબાણ હતું. આ 2mmનું છીદ્ર હતું.
પોતાની આ સ્પેસવોકમાં ઓલેગ કોનોશેન્કો અને સર્ગેઈ પ્રોકોપ્યેવે પહેલા તો સમગ્ર અંતરિક્ષયાન સોયુઝને બહાર કાઢ્યું હતું અને પછી તેમણે એક સ્થળે સમગ્ર અંતરિક્ષ યાનનું મોડે સુધી રિપેરિંગ કર્યું હતું.
મે મહિનામાં કરી હતી સ્પેસવોક
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના બે ફ્લાઈટ એન્જિનિયરોએ બુધવારે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાંથી બહાર આ વર્ષની આ પાંચમી સ્પેસવોક પુરી કરી હતી. ડ્ર્યુ ફ્યુસ્ટેલ અને રિકી આર્નોલ્ડે અમેરિકન સમયાનુસાર રાત્રે 2.10 કલાકે પોતાની સ્પેસવોક પુરી કરી હતી, જે 6 કલાક અને 31 મિનિટમાં પુરી થઈ હતી.
નાસાના અનુસાર, અંતરિક્ષ યાત્રી પરિક્રમા કરતી લેબોરેટરીના એસેમ્બલિંગ અને સાચવણીના કાર્યમાં સ્ટેશનની બહાર કુલ 54 દિવસ, 16 કલાક અને 40 મિનિટ પસાર કરી ચૂક્યા છે. હવે મંગળવારે થયેલી સ્પેસવોકના 7 કલાક તેમાં ઉમેરાઈ ગયા છે.
20 ડિસેમ્બરે પાછું આવશે Soyuz MS-09
રશિયન અંતરિક્ષયાન Soyuz MS-09 20 ડિસેમ્બરના રોજ અંતરિક્ષમાંથી ધરતી પર પાછું આવશે. અંતરિક્ષ સ્ટેશન પર તૈનાત અંતરિક્ષ યાત્રીઓને લઈને આ રોકેટ 19 ડિસેમ્બરના રોજ સાંજે 8.42 કલાકે ઉડાન ભરશે અને કઝાખસ્તાનમાં 20 ડિસેમ્બર બપોરે 12.03 કલાકે લેન્ડ કરશે.
Cosmonauts Oleg Kononenko and Sergey Prokopyev cutting into the insulation on the Soyuz orbital module to examine the area of a pressure leak detected and fixed in August. #AskNASA | https://t.co/yuOTrYN8CV pic.twitter.com/axLt0EXuVC
— Intl. Space Station (@Space_Station) December 11, 2018
આ રોકેટ પોતાની સાથે ત્રણ અંતરિક્ષ યાત્રી સેરેના મારિયા અુનોન ચાન્સલર(નાસા), જર્મનીના અંતરિક્ષયાત્રી એલેક્ઝાન્ડર ગેર્સ્ટ અને રશિયાના સર્ગેઈ પ્રોકોપ્યેવને લઈને ધરતી પર પાછું આવશે.
સેરેના મારિયા અુનોન એક ડોક્ટર, એન્જિનયિર અને નાસાની અંતરિક્ષ યાત્રી છે. જૂન 2007માં અુનોનને અંતરિક્ષ યાત્રીના ઉમેદવાર તરીકે પસદં કરાઈ હતી. સેરેનાએ અંતરિક્ષમાં કેન્સર પર સંશોધન કર્યું છે. આ ત્રણેય અંતરિક્ષયાત્રીઓ અંતરિક્ષમાં 6.5 મહિના પસાર કર્યા બાદ ધરતી પર પાછા ફરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન
આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનને પૃથ્વીની બહારની કક્ષામાં સ્થાપિત કર્યાને 20 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. તેને 20 નવેમ્બર, 1998માં પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાયું હતું. આ સ્પેસ સ્ટેશન 2028 સુધી અંતરિક્ષમાં કામ કરે તેવી આશા છે.