close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

નશામાં ધૂત કારચાલકે ફૂટપાથ પર ઉભેલા લોકોને અડફેટે લીધા, VIDEO જોઈને ધબકારા વધી જશે

કર્ણાટકના બેંગ્લુરુમાં એક કાર અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે.

Viral Raval Viral Raval | Updated: Aug 19, 2019, 11:05 AM IST
નશામાં ધૂત કારચાલકે ફૂટપાથ પર ઉભેલા લોકોને અડફેટે લીધા, VIDEO જોઈને ધબકારા વધી જશે

નવી દિલ્હી: કર્ણાટકના બેંગ્લુરુમાં એક કાર અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને તમે ચોંકી જશો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે શહેરના એચએસઆર લે આઉટ વિસ્તારના ફૂટપાથ પર કેટલાક લોકો દુકાનની બહાર ઉભા રહીને ખાવાનું ખાઈ રહ્યાં છે. કેટલીક મહિલાઓ ફૂટપાથ પર ચાલી રહી છે. રસ્તા કિનારે બાઈક અને સ્કૂટી ઊભા છે. માહોલ સંપૂર્ણ શાંત છે. કોઈ પણ ભય નથી. પરંતુ અચાનક એક સફેદ કાર કાળ બનીને આવે છે અને ત્યાં ઊભેલા લોકોને ટક્કર મારે છે. 

જુઓ VIDEO

વીડયોમાં જોવા મળી રહ્યું છે કે કાર રસ્તા પરથી સીધી ફૂટપાથ પર ચઢી જાય છે અને લોકોને ટક્કર મારે છે. લોકોને આ કાર આવી રહી છે તે ખબર જ નથી પડતી. કાર પૂરપાટ ઝડપે આવીને ફૂટપાથ પરના લોકો પર  ચઢી જાય છે. અકસ્માત એટલો દર્દનાક હતો કે લોકોને કારની ટક્કર લાગ્યા બાદ તેઓ ઉછળ્યાં હતાં. 

કહેવાય છે કે કારનો ચાલક તે સમયે નશામાં હતો. અકસ્માત બાદ પોલીસે તરત આરોપી કારચાલકની ધરપકડ કરી લીધી. આ સાથે જ સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો પણ નોંધી લીધો છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...