VIDEO: સેમીફાઇનલમાં મળેલા પરાજય અંગે મેરીકૉમે ઉઠાવ્યા સવાલ, ટ્વીટર પર શેર કરી મેચ

World Boxing championships માં મેરીકોમ પહેલી વાર 51 કિલોગ્રામ વર્ગમાં પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા હતા, પરંતુ સેમીફાઇનલમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો, જેના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા

Updated By: Oct 12, 2019, 05:04 PM IST
VIDEO: સેમીફાઇનલમાં મળેલા પરાજય અંગે મેરીકૉમે ઉઠાવ્યા સવાલ, ટ્વીટર પર શેર કરી મેચ

નવી દિલ્હી : 48 કિલોગ્રામ વર્ગમાં 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલી ભારતીય એમસી મેરીકોમ (MC Mary Kom) આ વખતે વર્લ્ડ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપના(World Boxing championships) ના 51 કિલોવર્ગમાં પોતાનું ભાગ્ય અજમાવી રહી હતી. તેઓ સફળતાપુર્વક સેમીફાઇનલમાં પણ પહોંચી ગયા હતા, પરંતુ સેમીફાઇનલના પરિણામ મેરીકોમની વિરુદ્ધ ગયું. મેરીકોમ આ પરિણામથી મેરિકોમ સંતુષ્ટ નહોતા.

જમ્મુ-કાશ્મીર: હરી સિંહ રોડ પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 5 લોકો ઘાયલ
બીએફઆઇએ કરી હતી અપીલ
મેચના અધિકારીએ જે પ્રકારે તેમને પોઇન્ટ આપ્યા તેના કારણે મેરીકોમ ખુબ જ પરેશાન જોવા મળ્યા હતા. ભારતીય બોક્સિંગ ફેડરેશને (Boxing Federation of India) આ મુદ્દે અપીલ કરી અને યલોકાર્ડ આપ્યું. જો કે બીએફઆઇની આ અપીલને ફગાવી દીધી હતી. ત્યાર બાદ મેરીકોમે આખી મેચનો વીડિયો જ ટ્વીટર પર શેર કરી દીધો અને મેચમાં પોઇન્ટ આપવાના મુદ્દે સવાલ ઉઠાવ્યો. મેરીએ ટ્વીટમાં રમત મંત્રી અને વડાપ્રધાનને પણ ટેગ કર્યા હતા. મેરીએ પોતાનાં ટ્વીટમાં કહ્યું કે, કઇ રીતે અને કેમ સમગ્ર વિશ્વ જાણે કે નિર્ણય કેટલો યોગ્ય અને કેટલો ખોટો હતો.

પીએમ મોદીના ભત્રીજી દિલ્હીમાં ધોળા દિવસે લૂંટાયા, પર્સ ચોરીને બે બદમાશ ફરાર

PM મોદીએ જિનપિંગને ભેટમાં આપ્યાં એકદમ ઉત્કૃષ્ટ સિલ્કની શાલ, પેન્ટિંગ અને દીપ, ખાસિયતો જાણો
શા માટે અપીલ રદ્દ થઇ
બીએફઆઇના એક અધિકારીએ અપીલનાં નિર્ણયનું પરિણામ આવવાની રાહ જોવાની વાત કરવામાં આવી હતી. એઆઇબીએનાં નિર્દેશ અનુસાર એક ખેલાડી ત્યારે જ અપીલ કરી શકે છે. જ્યારેતેઓ 2:3 અથવા 1:3ના અંતરથી મેચ હારી ગઇ. મેરી 1:4 ના મુકાબલાથી હારી હતી એટલા માટે ટેક્નોલોજી સમિતીએ તેમનાં પીળાકાર્ડને સ્વિકાર નહોતો કર્યો. મેરીની ટ્વીટ અપીલ ફગાવી દેવામાં આવ્યા બાદ જ આપ્યું છે.

પાકિસ્તાનને જબરદસ્ત લપડાક, શી જિનપિંગ-પીએમ મોદી વચ્ચે શું વાતચીત થઈ? તે ખાસ જાણો 
કોની સામે હતી મેરીની મેચ
મેરીકોમને (MC Mary Kom) 51 કિલોગ્રામ ભારવર્ગની સેમીફાઇનલ તુર્કીની બુસોનાંજ કારિકોગ્લુની વિરુદ્ધ પરાજય સહન કરવો પડ્યો હતો. આ પરાજયની સાથે જ છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરીને આ વખતે બ્રોન્ઝ મેડલથી જ સંતોષ મનાવવો પડ્યો. કારિકોગ્લૂએ ભારતીય ખેલાડીઓને 4-1થી પરાજય આપ્યો હતો.

ઉન્નાવ રોડ અકસ્માતમાં કુલદીપ સેંગરને મળી મોટી રાહત, CBIએ હત્યાનો આરોપ હટાવ્યો
શું રહ્યું પરિણામ 
બાઉટ ખતમ થયા બાદ પાંચ જજોના કારિકોગ્લૂનાં પક્ષમાં 28-29, 30-27, 29-28, 28-28, 30-27નો ચુકાદો આપ્યો. આ પરાજય પહેલા તેમણે માક્ર એકવાર આ પ્રતિયોગિતામાં સ્વર્ણ ઉપરાંત કોઇ અન્ય પદક જીત્યું. 2001માં ટૂર્નામેન્ટની ફાઇનલમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.