રેખા આપી રહી હતી પોઝ પાછળ અમિતાભનો ફોટો હતો, પછી જે થયું જુઓ Viral Video

બોલિવુડ અભિનેત્રી રેખા બોલિવુડના પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીના કેલેન્ડર 2019ના લોન્ચિંગ ઇવેન્ટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા

Updated By: Jan 29, 2019, 10:28 PM IST
રેખા આપી રહી હતી પોઝ પાછળ અમિતાભનો ફોટો હતો, પછી જે થયું જુઓ Viral Video

મુંબઇ : બોલિવુડ અભિનેત્રી રેખાએ બોલિવુડનાં પ્રખ્યાત ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીનાં કેલેન્ડર 2019ના લોન્ચિંગ ની ઇવેન્ટમાં હિસ્સો લીધો. તેઓ અનેક વર્ષેથી આ ઇવેન્ટમાં ભાગ લેતા હોય છે. આ વખતે પણ રેખા પોતે હાજર રહ્યાહ તા. જો કે આ વખતે તેનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. રેખા, અમિતાભ બચ્ચનની તસ્વીર જોઇને કંઇક એવું રિએક્શન આપ્યું કે જે જોઇને ત્યાં હાજર તમામ લોકો ચોકી ઉઠ્યા હતા. 

વીડિયો જોઇને સ્પષ્ટ ખબર પડે છે કે, રેખા, ડબ્બૂ રતનાની અને બાળકો સાથે ફોટોશુટ કરાવી રહી હતી. આ તરફ ઇવેન્ટમાં હાલનાં ફોટોગ્રાફર તેમનાં કેટલાક ખાસ પોજ આપવા માટે અપીલ કરે છે. રેખા તેમની ડિમાન્ડ પર ધ્યાન આપતા કુલ અંદાજમાં તસ્વીરો પડાવી રહી છે પરંતુ ફોટોગ્રાફર રેખાની સાથે એકલા પોજ આપવા માટે કહે છે. રેખા પોજ આપવા માટે આગળ વધે છે પરંતુ ફાઇનલ પોજ આપતા પહેલા પાછળ ફરીને જુએ છે. રેખા પાછળ ફરીને જુએ છે તો ત્યાં અમિતાભ બચ્ચનનું પોસ્ટર લાગેલું હોય છે. બસ પછી તો શું હતું. એટલું જોતા જ રેખા ત્યાંથી હટી જાય ચે અને તમામ લોકો હસવા લાગે છે. 

બ્લેક ડ્રેસ પણ એટલો જ ચર્ચામાં
ડબ્બુ રતનાની કેલેન્ડર લોન્ચિંગ ઇવેન્ટમાં રેખાની બ્લેક ડ્રેસ ખુબ જ ચર્ચામાં હતી. આ ઇવેન્ટ સાથે જોડાયેલો વધારે એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં રેખા અને વિદ્યા બાલન કોઇ વાત પર જોરથી હસવા લાગે છે. બંન્ને અભિનેત્રીઓ એક બીજાના કાનમાં કંઇક કહેતી જોવા મળે છે. બંન્નેએ ફરીથી મળીને ફોટોગ્રાફરને પોઝ આપ્યા હતા.