VIDEO : નદીમાં કૂદકો મારી CRPFના બે જવાનોએ બચાવ્યો 14 વર્ષીય કિશોરીનો જીવ

જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફના બે જવાનોએ બહાદ્દુરીનું પ્રદર્શન કર્યો તો તેમના મહાનિદેશક દ્વારા તેમને સર્વોચ્ચ સન્માન ડીજી ડિસ્ક સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે   

Updated By: Jul 15, 2019, 06:10 PM IST
VIDEO : નદીમાં કૂદકો મારી CRPFના બે જવાનોએ બચાવ્યો 14 વર્ષીય કિશોરીનો જીવ

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત CRPFના બે જવાનોએ પોતાની બહાદ્દુરીનું અદભૂત પ્રદર્શન કર્યું છે. તેમણે એક નદીમાં કૂદકો મારીને કિશોરીનો જીવ બચાવવાનું પરાક્રમ કર્યું છે. બારામુલા જિલ્લાના કાપોરા કુંજેર ગામમાં એક 14 વર્ષની નગીના નામની યુવતી નદીમાં કપડા ધોઈ રહી હતી. આ દરમિયાન નગીનાનો દુપટ્ટો નદીમાં પડી ગયો. નગીના નદીમાંથી પોતાનો દુપટ્ટો ખેંચવાનો પ્રયાસ કરતી હતી ત્યાં તેનો પગ લપસી ગયો અને તે નદીમાં તણાઈ ગઈ. 

CRPFના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, નદીનો પ્રવાહ ઘણો તેજ હતો, જેના કારણે નગીના સ્થિર રહી શકી નહીં અને પાણીમાં તણાવા લાગી. તણાઈ જતાં નગીનાએ બચાવો... બચાવોની બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. નગીનાનો અવાજ નજીકમાં જ ડ્યુટી પર રહેલા CRPFના જવાનોએ સાંભળ્યો અને તેમણે અક ક્ષણનું પણ મોડું કર્યું નહીં. 

VIDEO : નાગાલેન્ડ પોલીસે રફીના સુપરહીટ ગીત પર કરી પરેડ, બચ્ચન બોલ્યા, "વાહ....!"

ઘટનાસ્થળે હાજર બે જવાનોએ તરત જ નદીના તેજ પ્રવાહમાં કૂદકો મારી દીધો હતો. તેઓ નગીનાની પાછ-પાછળ પાણીમાં ગયા અને તેને પકડીને એક ખડકના ટેકાથી તેને બચાવી લીધી. હાજર ટૂકડીનાના અન્ય જવાનો પણ ત્યાં દોડી આવ્યા હતા. તેમણે માનવ શ્રૃંખલા બનાવીને નગીનાને નદીમાંથી બહાર કાઢી. 

નગીનાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સ્થિતિ સારી છે. CRPFના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પોતાની બહાદ્દુરીથી નગીનાનો જીવ બચાવનારા બે જવાનનું નામ છે કોન્સ્ટેબલ એમ.જી. નાયડુ અને કોન્સ્ટેબલ એન. ઉપેન્દ્ર. 

તેમણે જણાવ્યું કે, બહાદ્દુરીનું આવું અદભૂત ઉદાહરણ રજૂ કરનારા બંને જવાન CRPFની 176મી બટાલિયાનમાં તૈનાત છે. મહાનિદેશક દ્વારા બહાદ્દુરી માટે આપવામાં આવતા સર્વોચ્ચ સન્માન ડીજી ડિસ્કથી તેમનું સન્માન કરવાની જાહેરાત કરી છે. 

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....