VIDEO : હાથમાં ડ્રિપ-ગ્લૂકોઝની બોટલ લઈને રજાનું ફોર્મ ભરવા ઓફિસ પહોંચી મહિલા કર્મચારી

અધિકારીના ફરમાન અને સરકારી નિયમો સામે કોનું ચાલી શકે છે? કાનપુરની એક કેન્દ્રીય મહિલા કર્મચારીને કંઈક આવા જ સરકારી નિયમોના કારણે તબિયત ખરાબ હોવા છતાં ગ્લૂકોઝની બોટલ સાથે ઓફિસ જવું પડ્યું હતું   

Updated By: Jul 17, 2019, 04:42 PM IST
VIDEO : હાથમાં ડ્રિપ-ગ્લૂકોઝની બોટલ લઈને રજાનું ફોર્મ ભરવા ઓફિસ પહોંચી મહિલા કર્મચારી

કાનપુરઃ ઓફિસના અધિકારીઓ દ્વારા જુનિયર કર્મચારી સાથે કરવામાં આવેલું વર્તન કેટલીક વખત કેટલું શરમજનક અને અફસોસ ઉપજાવનારું હોય છે તે કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશને જોવા મળ્યું. અહીંના એક અધિકારીઓ પોતાની જુનિયર મહિલા કર્મચારીને બીમારી માટેની રજાનું ફોર્મ ભરવા માટે ઓફિસમાં પોતે જ આવવા માટે ફરજ પાડી હતી. 

કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશનમાં કામ કરતી એક મહિલા કર્મચારી બિમાર પડી ગઈ હતી. તે ડોક્ટર પાસે પહોંચી તો ડોક્ટરે તેને સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપી હતી. તેણે રજા માટે જ્યારે પોતાના ઉપરી અધિકારીને ફોન કર્યો તો અધિકારીએ કેન્દ્રીય કર્મચારીના સેવા શરતોનો હવાલો આપીને રજા માટેનું ફોર્મ ભરવા માટે જાતે જ ઓફિસમાં આવવું પડશે એવું જણાવ્યું હતું. 

કેન્દ્રીય કર્મચારીઓએ બિમારીની રજા લેવા માટે સિક મેમો એટલે કે ફોર્મ નંબર જી-92 ભરવાનું હોય છે અને આ ફોર્મ ઉપરી અધિકારીને આપવાનું રહે છે. સેવા શરતોના વિચિત્ર નિયમના કારણે કાનપુરમાં રહેતી આ મહિલા કર્મચારી હાથમાં ડ્રીપ અને ગ્લૂકોઝની બોટલ લઈને રજાનું ફોર્મ ભરવા માટે ઓફિસ પહોંચી હતી. 

જૂઓ વીડિયો....

8,00,00,000 મહિલાઓના ચહેરા પર 100 દિવસમાં ખુશી લાવશે મોદી સરકાર 2.0

આ અંગે મહિલા કર્મચારીએ જણાવ્યું કે, "તેને ડાયેરિયા થઈ ગયો હોવાથી ડોક્ટરે હોસ્પિટલમાં દાખલ કરી હતી. રજા લેવા માટે જી-92 ફોર્મ ડોક્ટર પાસે ભરાવવાનું હોય છે. મેં જ્યારે પરિચિતોને આ ફોર્મ લેવા મોકલ્યા તો અહીંના ભવાની પ્રસાદ નામના અધિકારીએ એમ કહ્યું કે, પેશન્ટ જાતે આવશે તો જ જી-92 ફોર્મ આપવામાં આવશે. એટલે માટે આવી હાલતમાં અહીં ફોર્મ ભરવા આવવું પડ્યું હતું."

આ અંગે સ્પષ્ટતા કરતાં ચીફ રિઝર્વેશન સુપરવાઈઝર ભવાની પ્રસાદે જણાવ્યું કે, "જી-92 ફોર્મ તાળામાં મુકેલા હતા. તેની ચાવી ડેપ્યુટી સીટીએમ પાસે હતી, જેના કારણે આ ફોર્મ અમે તાત્કાલિક આપી શકીએ એવી સ્થિતિમાં ન હતા."

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....