નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી કંગના રનૌત સામે કોણ લડશે તેનું સસ્પેન્સ ખૂલી ગયું છે.  કોંગ્રેસે આ બેઠક પર સત્તાવાર રીતે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં મંડી સીટથી વિક્રમાદિત્યસિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોણ છે વિક્રમાદિત્ય સિંહ તમે પણ જાણો..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત કોંગ્રેસના યુવા નેતા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્યસિંહની થઈ રહી છે... હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે મંડી બેઠક પરથી વિક્રમાદિત્ય સિંહના નામની જાહેરાત કરી હતી. કોંગ્રેસે ઉમેદવારની જાહેર કરેલી યાદીમાં મંડી બેઠકથી વિક્રમાદિત્ય સિંહને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


કોણ છે વિક્રમાદિત્ય સિંહ
વિક્રમાદિત્ય સિંહ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર છે. તેમણે સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઈતિહાસનો અભ્યાસ કર્યો છે.... 2013થી 2017 સુધી તે હિમાચલ યુવા કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. ત્યારબાદ 2017માં તે કોંગ્રેસની ટિકિટ પરથી શિમલા ગ્રામીણ બેઠકના ધારાસભ્ય બન્યા. હાલમાં હિમાચલ પ્રદેશમાં યોજાયેલી ચૂંટણીમાં તે ફરી એકવાર ચૂંટણી જીત્યા હતા... અને સુક્ખુ સરકારમાં મંત્રી બન્યા હતા.


આ પણ વાંચોઃ ભાજપને સૌથી વધુ દાન આપનાર મેઘા એન્જિનિયરિંગ પર CBI ની કાર્યવાહી, કેસ દાખલ


ભાજપે હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી બોલીવુડની અભિનેત્રી કંગના રનૌતને મેદાનમાં ઉતારીને ચૂંટણી રસપ્રદ બનાવી દીધી છે... કંગના છેલ્લાં બે વર્ષથી ટિકિટ મેળવવા માટે મહેનત કરી રહી હતી... અને ટિકિટ મળતાં જ તે સંપૂર્ણ જોરશોરથી પ્રચાર પ્રસાર  કરી રહી છે... અને કોંગ્રેસ પર આકરા પ્રહાર  કરી રહી છે.


જોકે હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરનો જંગ ભાજપ માટે પણ આસાન નથી... કેમ કે અહીંયા છેલ્લી 4 ટર્મમાં યોજાયેલી ચૂંટણી નજર કરીએ તો....


આ પણ વાંચોઃ શું રામના ભરોસે ભાજપના રામ જીતી જશે? જાતીય સમીકરણ વિરોધમાં પણ ભાજપને જીતની આશા...


2004માં કોંગ્રેસના પ્રતિભા સિંહનો વિજય થયો....
2009માં કોંગ્રેસના વીરભદ્ર સિંહનો વિજય થયો....
2013માં કોંગ્રેસના પ્રતિભા સિંહનો બાય ઈલેક્શનમાં વિજય થયો....
2014માં ભાજપના રામ સ્વરૂપ શર્માનો વિજય થયો....
2019માં ભાજપના રામ સ્વરૂપ શર્માનો વિજય થયો....
2021માં કોંગ્રેસના પ્રતિભા સિંહનો વિજય થયો હતો....


એટલે કંગના રનૌત સામે ચૂંટણી લડવાનો નિર્ણય રાજકીય નાટક અને કોંગ્રેસની અંદરના પડકારોની વચ્ચે આવ્યો છે.  કંગના રનૌતની સરખામણીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર નિરાશા અને સંસાધનોની અછત ચોક્કસ છે. પરંતુ આ લડાઈ રાજકીય અને રાજવી વારસાને બચાવવાની છે. એટલે કંગના રનૌત સામે હિમાચલ પ્રદેશના રાજકુમાર મજબૂતાઈથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે તે નક્કી છે. જોકે ચૂંટણીમાં કોણ વિજેતા બનશે તે તો જનતા જનાર્દન નક્કી કરશે.  પરંતુ હાલ તો મંડી બેઠક પર હાઈ પ્રોફાઈલ જંગ જોવા મળી રહ્યો છે.