ZEE Exclusive: હાઈપ્રોફાઈલ અપરાધીઓનો આવી રીતે 'અતિથિ સત્કાર' કરે છે પોલીસ!

બિહાર પોલીસનો આ ખાસ 'અતિથિ સત્કાર' હાલ ચર્ચામાં છે.

Updated By: Feb 23, 2018, 05:52 PM IST
ZEE Exclusive: હાઈપ્રોફાઈલ અપરાધીઓનો આવી રીતે 'અતિથિ સત્કાર' કરે છે પોલીસ!

બાઢ: ભારતમાં અતિથિઓને ભગવાન ગણવામાં આવે છે. સ્થિતિ એવી છે કે તેની અસર પોલીસ ઉપર પણ જોવા મળી રહી છે. પોલીસ પણ અપરાધીઓને અતિથિ ગણીને જેલની જગ્યાએ રેસ્ટોરા અને રેસ્ટ હાઉસમાં તેમનો સત્કાર કરી રહ્યાં છે. બિહાર પોલીસનો આ ખાસ 'અતિથિ સત્કાર' હાલ ચર્ચામાં છે. તસવીરોથી જાણવા મળશે કે પોલીસ પર કેટલુ દબાણ છે. અપરાધીઓને જે રીતે રેસ્ટ હાઉસમાં સ્ટે આપે છે અને તેમની સાથે પોતે સૂવે છે તથા તેમની સુરક્ષા માટે બે પોલીસકર્મીઓ પણ લગાવેલા છે.

આ કેસમાં થઈ હતી ધરપકડ
મળતી માહિતી મુજબ મોકામા પોલીસ સ્ટેશનમાં કેસ સંખ્યા 195/17 નોંધવામાં આવ્યો હતો. જેમાં 4 વર્ષ પહેલા 9 ડિસેમ્બર 2012ના રોજ મોકામા પોલીસ સ્ટેશનના મોર ગામ નિવાસી સ્વર્ગીય મુકેશ સિંહની પુત્રી રાખીકુમારીના લગ્ન પાટલિપુત્ર કોલોનીના વિરેન્દ્ર સિંહના સુપુત્ર સુમિત સિંહ સાથે થયા હતા. લગ્નમાં પોતાની હેસિયત મુજબ દહેજ પણ આપ્યું હતું. પરંતુ સાસરામાં સંબંધ સારો ન રહ્યો અને કૌટુંબિક તણાવના કારણે એકબીજા પર કેસનો દોર શરૂ થઈ ગયો. યુવક બિઝનેસમેન છે જે હાલ દિલ્હીમાં છે.

પોલીસ પર દબાણ થયું તો શરૂ થઈ ગયો અતિથિ સત્કાર
કેદ દાખલ થયા બાદ પોલીસ ધરપકડ કરવા માટે પાટલીપુત્ર પોલીસસ્ટેશને પહોંચી અને સુમિત સિંહના બે ભાઈઓની ધરપકડ કરીને મોકામા પોલીસ સ્ટેશન પાછી ફરી રહી હતી. આ દરમિયાન છોકરા પક્ષનું હાઈ પ્રોફાઈલ નેટવર્ક એક્ટિવ થઈ ગયું અને પોલીસ ટીમનની પાસે ઉચ્ચ અધિકારીઓના ફોન આવવાના શરૂ થઈ ગયાં. ત્યારબાદ પોલીસ મોકામા પોલીસ સ્ટેશનથી થોડે દૂર શિવનગર સામ પાસે એક હોટલ પર રોકાય છે અને અપરાધીઓ સાથે ચા-નાસ્તો કરે છે અને પછી વાહન ફેરવીને બાઢ લઈ જાય છે.

બાઢમાં આરામથી સૂતા જોવા મળે છે અપરાધીઓ
પોલીસ ટીમ અપરાધીઓને લઈને બાઢ શહેરના પ્રસિદ્ધ અનામિકા રેસ્ટ હાઉસમાં રૂમ નંબર 25માં આવીને રોકાય છે. બંને અપરાધીઓ આરામથી ધાબળો ઓઢીને વીઆઈપી બનીને સૂતા છે. પોલીસવાળા રાઈફલ લઈને તેમની રખવાળી કરી રહ્યાં છે. પોલીસ ટીમમાં સામેલ પોલીસ અધિકારી પણ અપરાધીઓ સાથે કંબલ ઓઢીનો સૂતો નજરે ચડી રહ્યો છે.

પોલીસ ટીમ પર દબાણ કરવા માટે હોટલ પહોંચ્યા હતાં માણસો
જ્યારે ઝી મીડિયાની ટીમે ઘટનાને લઈને હોટલમાં પ્રવેશ કર્યો તો પોલીસકર્મીઓ સ્તબ્ધ થઈ ગયા હતાં. પોલીસકર્મીઓએ જણાવ્યું કે તેઓ બંનેની ધરપકડ કરીને મોકામા પાછા ફરી રહ્યા હતાં ત્યારે રસ્તામાં જ રોકાઈ ગયાં. આ દરમિયાન છોકરાવાળાના વકીલ અને બે હાઈપ્રોફાઈલ માણસો કે જેઓ પોતાને પોલીસવાળા તરીકે ઓળખાવતા હતાં તેઓ હોટલમાં પહોંચીને આરોપીઓને છોડાવવાની કવાયતમાં લાગી ગયા હતાં. આ દરમિયાન જ્યારે બહારથી આવેલા લોકોનો વીડિયો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો પટણાથી આવેલા લોકોએ મીડિયાના કેમેરા પણ રોક્યા અને અલગ અલગ પ્રકારની વાતો કરવા લાગ્યાં. જ્યારે આ મામલે બાઢના પેટાવિભાગ પોલીસ અધિકારી મનોજકુમાર તિવારી સાથે વાત કરવામાં આવી તો મનોજકુમારે મોબાઈલ પર જણાવ્યું કે ધરપકડ તો થઈ છે પર્ંતુ હજુ ગ્રાઉન્ડ રાખી આગળની પ્રક્રિયા ચાલી રહી છે.

અનેક સવાલો, પોલીસે આપવાના છે જવાબો
-ધરપકડ કરાયેલા આકાશ ઉર્ફે ડમ્પી અને જયમીત સિંહને મોકામા જેલમાં કેમ રાખવામાં ન આવ્યાં. તેઓ કેટલા વીઆઈપી છે કે તેમના માટે રેસ્ટોરાની વ્યવસ્થા કરવામાં આવી.
-મહિલા ઉત્પીડન અને દહેજ અધિનિયમના આરોપીની જ્યારે ધરપકડ કરવામાં આવી તો તેને મોકામા કેમ ન લઈ જવાયો. કેટ-કેટલા લોકોના ફોન આવ્યાં, કેટલા મોટા અધિકારીઓએ આ મામલાને રફેદફે કરવાનો પ્રયત્ન કર્યો.
- આ પ્રકારના અપરાધિક કલમોવાળા કેસમાં સાધારણ પરિવારના લોકોને જાનવરની જેમ ઢસડીને પોલીસકર્મીઓ લોકઅપથી જેલની સફર કરાવે છે તો પછી જયમીત અને આકાશની સાથે અતિથિ સત્કાર કેમ થઈ રહ્યો છે.

છોકરીવાળાઓએ પોલીસ પર લગાવ્યાં ગંભીર આરોપ
પોલીસની કાર્યવાહી પર એકવાર ફરીથી સવાલ ઉઠી રહ્યાં છે. આખરે આ પ્રકારે પોલીસ એક આરોપીનો VIP સત્કાર કરવામાં કેમ લાગી છે. પોલીસે જ્યારે ધરપકડ કરી તો તેને જેલ કેમ મોકલવામાં આવી રહ્યાં નથી. જવાબ પોલીસે આપવાના છે કારણ કે છોકરીના ભાઈએ આરોપ મૂક્યો છે કે યુપી કેડરના આઈપીએસ પદાધિકારી સતત છોકરાને બચાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે.