Watch Viral Video: સુહાગરાત પહેલા જ દુલ્હન રૂમમાં આ શું કરવા લાગી? અચાનક આવી ગયેલા 'કાકા' બિચારા ભોઠા પડ્યા

Suhagrat Viral Video: રીલ બનાવવાની ઘેલછા ક્યાં લઈ જશે? એટલે સુધી કે અંગત પળોને પણ બક્ષવામાં આવતી નથી. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. તમે જુઓ અને જણાવો કે આ કેટલું યોગ્ય?

Watch Viral Video: સુહાગરાત પહેલા જ દુલ્હન રૂમમાં આ શું કરવા લાગી? અચાનક આવી ગયેલા 'કાકા' બિચારા ભોઠા પડ્યા

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને ભાત ભાતના વીડિયો પણ વાયરલ થતા હોય છે. હવે તો સમય એવો આવી ગયો છે કે લગ્ન પ્રસંગના અને અરે...સુહાગરાતના વીડિયો પણ સોશિયલ મીડિયા પર જરાય ખચકાટ વગર લોકો શેર કરતા હોય છે અને આ વીડિયો પળભરમાં વાયરલ થાય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાણીને તમને પણ નવાઈ લાગશે કે આ શું છે ભાઈ? અંગત પળોને આ રીતે શેર કરવી કેટલી યોગ્ય કહેવાય. 

આ જે વીડિયો છે તેમાં જોઈ શકાય છે કે સુહાગરાતની બરાબર પહેલા દુલ્હન રૂમમાં એકલી હોય છે અને એવી હરકત કરવા લાગે છે કે નવાઈ લાગે. દુલ્હન ચૂપચાપ સુહાગરાત પહેલા રૂમમાં એકલી હતી ત્યારે મોબાઈલ ઓન કરીને ચણિયો પકડીને નાચવાનું શરૂ કરી દે છે. જો કે તેના કાકાની એન્ટ્રીએ તેના આ અરમાનો પર પાણી ફેરવી દીધુ હોય તેવું લાગે છે. 

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો @Lovely puja_official નામના એકાઉન્ટથી શેર કરાયો છે. એવું લાગે છે કે આ એકાઉન્ટ વીડિયોમાં જોવા મળી રહેલી મહિલાનું હોઈ શકે છે. જેનું નામ પૂજા હોઈ શકે. વીડિયોમાં જોઈ શકાય છે કે સુહાગરાત પહેલા રૂમને બરાબર સજાવવામાં આવ્યો છે. તેના પર ફૂલોના હાર ટાંગેલા છે. પરંતુ દુલ્હનને તો સુહાગરાત પહેલા ડાન્સ કરવાનો શોખ જાગ્યો છે. તે ચણિયો પકડીને નાચવાનું શરૂ કરી દે છે. અચાનક ત્યારે જ રૂમમાં કોઈ આવી જાય છે. તેને સમજ નથી પડતી શું કરવું. તે વ્યક્તિ રૂમમાં આવીને બેસી જાય છે. યુવતી કદાચ જવાનું કહે છે પરંતુ ત્યાં સુધીમાં તો વીડિયો પૂરો થઈ જાય છે. આ નાનકડી ક્લિપ સોશિયલ મીડિયામાં શેર થઈ અને વાયરલ થઈ ગઈ. 

પરંતુ અહીં જે સૌથી મોટો સવાલ છે કે આ પ્રકારે અંગત પળોને સોશિયલ મીડિયામાં શેર કરી દેવી તે કેટલું યોગ્ય કહેવાય? જે ઉદ્દેશ્યથી કદાચ આ વીડિયો શેર કરાયો તે તો પૂરો થઈ ગયો કારણ કે વાયરલ થઈ ગયો. આ વીડિયો પર અનેક કમેન્ટ્સ પણ આવી છે. વીડિયો શેર કરાયો છે તેમાં કેપ્શનમાં રૂમમાં આવી ગયેલી વ્યક્તિને કાકા તરીકે ગણાવવામાં આવ્યા છે. 

(Disclaimer: આ એક વાયરલ વીડિયો છે, તેના સમય અને માહિતી વિશે ZEE 24 કલાક કોઈ પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news