VIRAL VIDEO : કહ્યા વગર ફૂલ તોડવાની મળી આવી સજા, વીડિયો જોઇ તમે પણ ઉકળી ઉઠશો...

સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. માત્ર ફૂલ તોડવાને લઇને વહુ એના સાસુ પર અસહ્ય સિતમ ગુજારી રહી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલા એના વૃધ્ધ અને અશક્ત સાસુને માર મારી રહી છે. આ વીડિયો દક્ષિણ કોલકત્તાના બંસડ્રાવાની વિસ્તારનો છે. વહુ જ્યારે સાસુને મારી રહી હતી ત્યારે પડોશીઓએ આ વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં શેયર કર્યો હતો. 
VIRAL VIDEO : કહ્યા વગર ફૂલ તોડવાની મળી આવી સજા, વીડિયો જોઇ તમે પણ ઉકળી ઉઠશો...

અમદાવાદ : સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. માત્ર ફૂલ તોડવાને લઇને વહુ એના સાસુ પર અસહ્ય સિતમ ગુજારી રહી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલા એના વૃધ્ધ અને અશક્ત સાસુને માર મારી રહી છે. આ વીડિયો દક્ષિણ કોલકત્તાના બંસડ્રાવાની વિસ્તારનો છે. વહુ જ્યારે સાસુને મારી રહી હતી ત્યારે પડોશીઓએ આ વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં શેયર કર્યો હતો. 

વીડિયો ગણતરીના કલાકોમાં જ ટ્રેન્ડ થવા લાગ્યો હતો અને જોત જોતામાં ગણતરીના કલાકોમાં 5 લાખથી વધુ લોકોએ જોયો હતો. 25 હજારથી વધુ લોકોએ આ વીડિયોને શેયર પણ કર્યો છે. બંસડ્રોની પોલીસ સ્ટેશનના એસજીટી શુભરા ચક્રવર્તીએ આ વીડિયો ફેસબુક પર જોયો હતો અને તપાસ હાથ ધરી હતી.

રાન્તુ સેનગુપ્તા નામના ઇસમના ફેસબુક એકાઉન્ટ પરથી આ વીડિયો શેયર થતાં પોલીસે આ યુવકનો સંપર્ક કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. પીડિત મહિલાનું નામ જશોદા પોલ છે અને એને વહુએ માર માર્યો હતો. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news