છીં..છીં...છીં...મા કસમ!!! Video જોઇને ટોસ્ટ ખાવાનું છોડી દેશો તમે

સવાર-સવારમાં ચા પીતી વખતે નાશ્તામાં મોટાભાગના લોકો ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. ચામાં ટોસ્ટ ડૂબાડીને ખાવાનો આનંદ જ કંઇક અલગ હોય છે. એટલું જ નહી, ઓફિસની બહાર ચાની દુકાન પર પણ ટોસ્ટ ખૂબ વેચાય છે, પરંતુ શું તમે ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો છે.

Updated By: Sep 17, 2021, 08:58 PM IST
છીં..છીં...છીં...મા કસમ!!! Video જોઇને ટોસ્ટ ખાવાનું છોડી દેશો તમે

Toast Viral Video: સવાર-સવારમાં ચા પીતી વખતે નાશ્તામાં મોટાભાગના લોકો ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. ચામાં ટોસ્ટ ડૂબાડીને ખાવાનો આનંદ જ કંઇક અલગ હોય છે. એટલું જ નહી, ઓફિસની બહાર ચાની દુકાન પર પણ ટોસ્ટ ખૂબ વેચાય છે, પરંતુ શું તમે ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો છે કે ટોસ્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને કેવી રીતે પેકિંગ કરવામાં આવે છે? સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા પછી તમે ક્યારેય પણ ટોસ્ટ ખાતા પહેલાં 100 વાર વિચારશો.  

ટોસ્ટ પર થૂંક લગાવી પેકિંગ કરી રહ્યો છે વ્યક્તિ
જી હાં, વાયરલ થનાર વીડિયોને જોયા બાદ કોઇનું પણ મન ખરાબ થઇ જશે. એક કારખાનામાં કામ કરનાર કારીગરે કેટલીક એવે ગંદી હરકત કરી, જેને જોયા બાદ તમારા રૂવાડા ઉભા થઇ થઇ જશે. વીડિયોમાં જોઇ શકાય છે કે ટોસ્ટ તૈયાર થઇ ગયા બાદ કારખાનામાં બેઠેલા કેટલાક કારીગર ટોસ્ટની ઉપર પગ રાખે છે. એટલું જ નહી, પેકિંગ કરતી વખતે તેમાંથી એક એ ટોસ્ટને પોતાની જીભ પર લગાવ્યો. થૂંકને લગાવ્યા બાદ વ્યક્તિ ટોસ્ટને પેકેટની અંદર નાખી દે છે. આ વીડિયો તમારા ચહેરાની રંગતને ઉડાવી શકે છે. 

'Taarak Mehta...' ની આ અભિનેત્રીને ઓળખી શક્યા તમે? જાણશો તો લાગશે આંચકો!

ઇન્ટરનેટ પર વાયરલ થયો વીડિયો તો મચી બબાલ
કારખાનામાં કામ કરનાર વ્યક્તિ જાણીજોઇને કેમેરામાં જોઇને ટોસ્ટ પર થૂંકવા લાગે છે અને જમીન પર રાખેલા ટોસ્ટ પર પગ રાખેલા હોય છે. આ વીડિયો જેવી જ ઇન્ટરનેટ પર વાયરલ થયો તો નેટિઝન્સ ગુસ્સો કરવા લાગ્યા. ઇંસ્ટાગ્રામ પર આ વીડિયોને GiDDa નામના એકાઉન્ટ દ્વાર શેર કરવામાં આવ્યો છે. 36 હજારથી વધુ લોકો આ વીડિયોને જોઇ ચૂક્યા છે. 

ઇંસ્ટાગ્રામ પર યૂઝર્સના આવ્યા આવા રિકેશન
વેડિયો પર યૂઝર્સે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી. કોઇએ લખ્યું કે આ વ્યક્તિની ધરપકડ કરવી જોઇએ. તો કોઇએ કહ્યું કે આજથી ટોસ્ટ ખાવાનું બંધ કરી દેવું જોઇએ. તો એક અન્ય યૂઝરે લખ્યું 'હાલ જ ટોસ્ટ ખાધા છે ભાઇ...' તમને જણાવી દઇએ કે આ વીડિયો ક્યાંનો છે તેની કોઇ પુષ્ટિ થઇ શકી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube