Viral Video: દુલ્હેરાજા મોબાઈલ પર વાત કરતા હતા અને દુલ્હને પૂરો કરી લીધો 'ગુપ્ત શોખ', વિદાય પહેલાનો વીડિયો વાયરલ

Viral Video: સોશિયલ મીડિયા પર એક નવા પરણેલા કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દુલ્હનની એક એવી હરકત જોવા મળી કે લોકો દંગ રહી ગયા. જુઓ વાયરલ વીડિયો. 

Viral Video: દુલ્હેરાજા મોબાઈલ પર વાત કરતા હતા અને દુલ્હને પૂરો કરી લીધો 'ગુપ્ત શોખ', વિદાય પહેલાનો વીડિયો વાયરલ

આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દુલ્હા-દુલ્હન વિદાય માટે ઊભા  હોય છે અને બંનેના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળે છે. પરંતુ અચાનક દુલ્હન એક એવી હરકત કરી બેસે છે કે જે પણ આ વીડિયો જુએ છે તે આઘાતમાં સરી પડે છે કે આવું તે કઈ હોય. 

દુલ્હનનો ચોંકાવનારો અંદાજ
વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હેરાજા ફોન પર વાત કરવામાં વ્યસ્ત છે અને આ બધા વચ્ચે દુલ્હન રાહ જોતી હોય છે. જેવી એને તક મળે છે કે તરત જ તે ગુટખાની પડીકીમાંથી ગુટખા ખાઈ લે છે. આ નજારાએ બધાને ચોંકાવી દીધા કારણ કે લગ્ન જેવા ખાસ અવસરે દુલ્હનનો આવો વ્યવહાર બિલકુલ અપ્રત્યાશિત હતો. કારણ કે દુલ્હેરાજાને તો આ વાતની ખબર નથી કારણ કે તે ફોન પર વાત કરવામાં મશગૂલ હોય છે. 

આ ચોંકાવનારી ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર funny_videos_1240 નામના એકાઉન્ટથી આ વીડિયો શેર કરાયો છે જેને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોમાં દુલ્હનનો ગુટખા ખાવાનો અંદાજ એટલો અનોખો હતો કે લોકો તેના પર મજેદાર ટિપ્પણી કરી રહ્યા છે. 

દુલ્હનનો 'ગુપ્ત શોખ'
કેટલાક યૂઝર્સે તેને દુલ્હનનો ગુપ્ત શોખ ગણાવીને મજાક કરી તો કેટલાકે કહ્યું કે લગ્ન બાદ પણ થોડી મસ્તીનો સિલસિલો ચાલુ રહેવો જોઈએ. એક યૂઝરે લખ્યું કે ભાભીએ તો લગ્નમાં જ જલવો દેખાડી દીધો. અન્ય એક યૂઝરે મજાકીયા અંદાજમાં કહ્યું કે, ભાઈ સાહેબે આ તો પહેલા જ ચેક કરી લેવા જેવું હતું. અનેક લોકોએ તેને લગ્નના દિવસની એક હળવી મજાક ગણતા કહ્યું કે આવા ખાસ અવસરે મસ્તી અને હસી મજાક છોડવી જોઈએ નહીં. જો કે કેટલાક લોકોએ અંદાજ લગાવ્યો કે બની શકે કે આ વીડિયો કોઈ પ્રેંકનો ભાગ હોય. 

 (Disclaimer: આ એક વાયરલ વીડિયો છે, તેના સમય અને માહિતી વિશે ZEE 24 કલાક કોઈ પુષ્ટિ કરતું નથી.)
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news