નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ત્રણ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે, ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 2 માર્ચે જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યુ કે, 3 રાજ્યોમાં કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. લોકતંત્રના પર્વની બધાને શુભેચ્છાઓ. તેમણે કહ્યું કે, લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

90 હજારથી વધુ પોલિંગ સ્ટેશન હશે
ચૂંટણી કમિશનરે કહ્યું કે, રાજ્યોમાં મહિલાઓની ભાગીદારી પુરૂષોથી વધુ રહી છે. મહિલા વોટરોની સંખ્યા પણ વધુ છે. અમે 11થી 14 જાન્યુઆરી સુધી ત્રણેય રાજ્યોનો પ્રવાસ કર્યો હતો. અમે તે લોકો માટે એડવાન્સ નોટિસની જોગવાઈ બનાવી છે જે 17ના થઈ ગયા છે પરંતુ 18 વર્ષ પૂરા થયા નથી, જેથી 18 વર્ષ પૂરા થતા તેને વોટર કાર્ડ મળી જાય અને તેનું નામ સામેલ થઈ જાય. આ ત્રણ રાજ્યોમાં આવા 10 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્રણ રાજ્યોમાં 9000થી વધુ પોલિંગ સ્ટેશન હશે. તેમાં 376 એવા હશે જેનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube